JUNAGADHMALIYA HATINA

માળીયાહાટીના ની મામલતદાર કચેરી જૂની જગ્યાએ જ રાખવા આવેદન

માળીયાહાટીના ની મામલતદાર કચેરી જે જગ્યાએ છે તે જ જગ્યાએ બનાવવા માટે રેલી સૂત્રોચારો આવેદન

માળીયા હાટી નાની મામલતદાર કચેરી ગામની અંદર છે, આ જગ્યાએ તાલુકા પંચાયત કચેરી સબ રજીસ્ટર કચેરી સહિત મોટાભાગની કચેરીઓ અહીં આવેલ છે આજથી 10 થી 12 વર્ષ પહેલા મામલતદાર કચેરી ગામની બારોબાર ત્રણ કિલોમીટર દૂર ગડોદરની ધાર પાસે લઈ જવાની હતી, પરંતુ ગામ લોકોએ આંદોલનો કરી જે જગ્યાએ છે તે જ જગ્યાએ બનાવવાની માગણી કરતા તે વખતની સરકારે પણ માળિયાની મામલતદાર કચેરી ગામમાં જ બનશે તેવી ખાતરી આપી હતી, એ પછી મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તેમજ ગાંધીનગરના જવાબદાર મંત્રીશ્રીઓએ પણ માળિયા ગામમાં જ બનશે તેવી ખાતરી અનેક વખત આપેલ છે
જેથી આ મામલતદાર કચેરી ગામમાં જ બનશે તેવી સરકારે જાહેરાત પણ કરી હતી અને જે તે પ્લાન એસ્ટીમેન્ટ પણ બની ગયા હતાનપરંતુ આજ સુધી આ મામલતદાર કચેરી ગામમાં બનાવવા અંગે કોઈ પણ ચક્ર ગતિમાન થયા નથી અને એવું જાણવા મળે છે કે આ કચેરી ગામની બારોબાર ત્રણ કિલોમીટર દૂર બનશે તેવા સમાચાર મળતા જ માળીયા હાટીના તાલુકા ની પ્રજામાં અને ગામડાઓની જનતામાં રોજ ફાટી નીકળ્યો છે
આજે બપોરના 2: વાગે ચેમ્બર પ્રમુખ મહેન્દ્રભાઈ ગાંધી ભાજપના આગેવાન હમીરસિંહભાઈ સિસોદિયા સરપંચ જીતુભાઈ સિસોદિયા ચીમનભાઈ ટાંક અમિતભાઈ પઠાણ આર.કે પાલા અનિરુદ્ધસિંહ ડોડીયા શહીત તાલુકા પંચાયતના સદસ્યો ગામડાઓના સરપંચો એ 400 વ્યક્તિ ની સહી વાળું આવેદન પત્ર સૂત્રો ચારો સાથે ઇન્ચાર્જ મામલતદાર શ્રી ભલગરીયા સાહેબ ને આપી જણાવ્યું છે કે આ કચેરી અહીં જ બનવી જોઈએ અને જો નહીં બને તો ગાંધી ચિંધ્યા રાહે આમરણ ઉપવાસ ગામ બંધ સરકારી કચેરીને તાળાબંધી સહિતના અનેક આંદોલનો કરવાની ફરજ પડશે તેવું જાણવા મળે છે

રિપોર્ટર બનેસિંહ ચુડાસમા માળીયા હાટીના
મો..9510435234

Back to top button
error: Content is protected !!