GANDEVINAVSARI

નવસારી:ગણદેવીના ખખવાડા ખાતે કિસાન મોરચા આયોજિત કિસાન ચોપાલ કાર્યક્રમ યોજાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
ગુજરાત પ્રદેશ પ્રમુખ ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચાની સુચના મુજબ નવસારી જિલ્લા કિસાન મોરચા દ્રારા”કિસાન ચોપાલ”કાર્યક્રમમાં ગણદેવી તાલુકાના ખખવાડા ગામે પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂત વિપિનભાઈ દેસાઈનાં વીર ફાર્મ”માં પ્રાકૃતિક કૃષિ યુનીવર્સીટીના કુલપતિ શ્રી ટીમડીયા સાહેબ તથા આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર  ઢીમ્મરભાઈ ના પ્રેરક ઉપસ્થિતિમાં નવસારી જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ શ્રી દિપકભાઈ દેસાઈ ,પ્રદેશ કિસાન મોરચાના કારોબારી સભ્ય કિશોરભાઈ પટેલ, કિસાન મોરચાના જિલ્લા ઉપપ્રમુખ દિપકભાઈ રૂપાપરા, આઇટી સેલના કન્વીનર શ્રી પ્રમોદભાઈ નાયક, સજીવ ખેતી જિલ્લાના સંયોજક શ્રી પરિમલભાઈ, સહ સંયોજક કાંતિભાઈ પટેલ તથા મંડળના સંયોજકો અને સહ્સંયોજકો તથા સહકારી આગેવાનો પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો તથા મોટી સંખ્યામાં ખેડૂતભાઈ, બેહનો હાજર રહ્યા હતા. સદર કાર્યક્રમમાં શ્રી ટીમડીયા સાહેબ, શ્રી ઢીમ્મર સાહેબે ખુબજ સુંદર માર્ગદર્શન આપી ખેડૂતોને સજીવ ખેતી તરફ વળવા અનુરોધ કર્યો હતો. વીર ફાર્મના શ્રી વિપીનભાઈએ તથા શ્રી રમણકાકા, શ્રી રાજુભાઈ સર્વોએ પોતાના પ્રાકૃતિક ખેતી એંગેના અનુભવો રજુ કર્યા હતા. અને આવા કાર્યક્રમને જે આપણા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા આપણા મહામહી રાજ્યપાલ શ્રી દેવદત્તજી સજીવ ખેતી પ્રત્યે લગાવ રાખી ખેડૂતો તથા ગુજરાતની જનતાના સ્વાસ્થ્યની ચિંતા કરી આવનાર પેઢીના સ્વાસ્થ્યની ચિંતા કરી ખેડૂતોને સજીવ ખેતી તરફ વાળવાના આવા માર્ગદર્શન ભગવતી કાર્યક્રમો કરાવી નવસારી કિસાન મોરચાને જે જવાબદારી સોંપી છે તે કાર્ય જિલ્લા કિસાન મોરચાના પદાધિકારીઓએ સરસ રીતે ગુણાત્મક રીતે લગનથી ખંતથી કરે છે તેને બિરદાવી હતી. સમગ્ર સભાનું સંચાલન તથા આવકાર પ્રવચન કિસાન મોરચના પ્રમુખશ્રી દિપકભાઈ દેસાઈએ કર્યું હતું .

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!