KHERGAMNAVSARI

શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ સુરખાઇ આયોજિત ૨૫ સમૂહલગ્ન સફળતાના સુર્યોદય સાથે સંપ્પન થયા હતા.

વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
તા.૭-૦૫-૨૦૨૩ ને રવિવારના રોજ ચીખલી તાલુકાના સુરખાઇ ખાતે શ્રી જ્ઞાનકિરણ ધોડિયાજ્ઞાતિ મંડળ દ્રારા ૨૫ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતુ. મંડળે શૈક્ષણિક ક્ષેત્રે, બેરોજગારી ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે પોતાનું યોગદાન અપૅણ કરી સમાજ માટે દીવાદાંડી બની રહેલ છે. છેલ્લા ૪ વર્ષથી કોરોના કાળમાં બંધ થયેલ પ્રવૃત્તીને વેગ આપવા સાથે સમાજમાં નવચેતન પ્રસરાવવા ૨૫ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગમાં સમાજની વસ્તી ધરાવતા દ.તાલુકાના ૧૦ નવદંપતિઓ ઉત્સાહ પૂર્વક જોડાયા હતા. ગાયત્રી પરિવારનાં આચાયૅશ્રી મહેન્દ્રભાઇ દેસાઇ દ્વારા શાસ્ત્રોકત વિધિથી પ્રસંગ સંપન્ન કરવામાં આવ્યો હતો. કડોદરાના પી.આઇ શ્રી રાકેશભાઇ પટેલ તેમજ તેમના ધમૅપત્ની શ્રીમતી પ્રિતીબહેન દ્રારા કળશપુજન ની વિધિથી શુભારંભ કરવામાં આવેલ હતો. સાથે જ મંડળના વરિષ્ઠ સભ્ય શ્રી શાંતુભાઇ તેમજ તેમના ધમૅપત્ની ગંગાબહેન દ્વારા ગણેશપૂજનની વિધિ કરવામાં આવેલ હતી.
મંડળમાં સમાજનાં અગ્રણીઓએ હાજર રહી સમાજ પ્રત્યેની નિષ્ઠા દર્શાવી હતી. આ પ્રસંગે ગણદેવીના ધારાસભ્ય શ્રી નરેશભાઇ પટેલ ઉપસ્થિત રહી આર્શીવાદ પાઠવ્યા હતા. સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખશ્રી ડૉ. પ્રદિપભાઇ ગરાસિયા, એન્જિ. એસોશિયેશન ઓફ ધોડિયા સમાજનાં માજી પ્રમુખશ્રી એ.કે. પટેલ સાહેબ, વસુધરા ડેરીના ચેરમેન શ્રી ગમનભાઇ, સામાજિક અગ્રણી કલ્યાણજી કાકા, શ્રી ચુનીભાઇ તેમજ સામાજિક અગ્રણી શ્રી જેસીંગભાઇ, શ્રીમતી ગંગાબહેન મુંબઇ, ઉધોગપતિ શ્રી ચંપકભાઇ વાપી, શ્રી બિપીનભાઇ સુરત ઉપસ્થિત રહયા હતા. સમાજનાં દાન દાતાઓ તરફથી ખુબજ ઉમળકાભેર દરેક દંપતિઓને ૫૧ જેટલી ભેટ અપૅણ કરવામાં આવી હતી. સાથે જ આયોજિત ભોજન સમારંભમાં ખુબ જ શિસ્તબધ્ધ રીતે આયોજન કરવામાં આવ્યું હતુ. મંડળના બધા જ કારોબારી સભ્યોએ આ પ્રસંગને કૌટુંબિક પ્રસંગ બનાવીને માણ્યો હતો. નવદંપતિઓએ સમાજને એક નવો રાહ આપ્યો હતો અને સમાજને સમૂહલગ્નનાં પ્રસંગમાં જોડાવા આહવાન કર્યું હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!