GIR GADHADAGIR SOMNATH

ઉનામાં સાશ્વત ડેન્ટલ ક્લિનિક દ્વારા આગામી રવિવારે નિ:શુલ્ક નિદાન કેમ્પ યોજશે

વાત્સલ્યમ્  સમાચાર

વિશાલ ચૌહાણ ગીર ગઢડા

તા.10

 

ઉનામાં સાશ્વત ડેન્ટલ ક્લિનિક દ્વારા આગામી રવિવારે નિ:શુલ્ક નિદાન કેમ્પ યોજશે

પાચનની શરૂઆત મોઢાથી થાય છે. આપણે ખાધેલા ખોરાકને પાચન માટે તૈયાર કરવાનું કાર્ય દાંત કરે છે. દાંત મજબૂત હોય તો આપણું પાચનતંત્ર પણ મજબૂત બને છે. ગીર સોમનાથ જિલ્લાના નાગરિકોના લાભાર્થે ઉનામાં શાશ્વત ડેન્ટલ ક્લિનિક દ્વારા આગામી ૧૪ મે, ૨૦૨૩ના રોજ દાંત, પેઢા, મોં, જડબાના રોગ માટે નિ:શુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

ઉનાના ગીર ગઢડા રોડ પર ઈન્દ્રપ્રસ્થ કોમ્પલેક્ષ, રૂદ્રાક્ષ સીનેમા નીચે આવેલા સાશ્વત ડેન્ટલ કલીનિકમાં ડો. યોગેન્દ્ર ચૌહાણના માર્ગદર્શનમાં આગામી ૧૪, મેના રોજ સવારે ૯થી ૧ વાગ્યા સુધી દંત ચિકિત્સા કેમ્પ યોજશે. આ કેમ્પમાં દર્દીઓને દાંતના રોગોનું કોઇપણ ચાર્જ વગર નિદાન કરી આપવામાં આવશે. આ ઉપરાત
દાંતના એકસ-રે (IOPA X-Ray)ની અને દાંત પડાવવાની સારવાર નિશુલ્ક આપશે.

જે દર્દીઓને દાંતના મુળીયાની સારવાર (Root Canal Treatment)ની જરૂર હશે તેમને એકદમ રાહતદરે સારવાર આપવામાં આવશે. તેમજ ડહાપણની દાઢના ઓપરેશન અને દાંતની અન્ય સારવાર રાહતદરે કરી આપવામાં આવશે. સાથે સાથે કેમ્પમાં હાજર દવાઓ જરૂરીયાતમંદ દર્દીને કોઈપણ ચાર્જ વગર આપવામાં આવશે.

ઉનાના આંગણે શાશ્વત ડેન્ટલ ક્લિનિક દ્વારા યોજાનારા દંત ચિકિત્સા કેમ્પનો લાભ લેવા ડો. યોગેન્દ્ર ચૌહાણ અને તેમની ટીમ દ્વારા અપીલ કરવામાં આવી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!