SURATSURAT CENTRAL ZONESURAT CITY / TALUKOSURAT EAST ZONESURAT NORTH ZONESURAT SOUTH EAST ZONESURAT SOUTH WEST ZONESURAT SOUTH ZONESURAT WEST ZONE

14 વર્ષની તરુણી સાથે ઈન્સ્ટાગ્રામ મારફતે મિત્રતા કરી શરીર સંબંધ બાંધનાર યુવાનની ધરપકડ

સુરત,તા.13 મે 2023,શનિવાર

સુરતના ભેસ્તાન આવાસ નજીક રહેતા શ્રમજીવી પરિવારની ધો.7 માં અભ્યાસ કરતી 14 વર્ષની તરુણી સાથે ઈન્સ્ટાગ્રામ મારફતે મિત્રતા કરી પ્રેમસંબંધ બાંધી ઘરે આવી ધમકી આપી યુવાને અવારનવાર શરીર સંબંધ બાંધતા પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન, ગુનો નોંધાતા રાજકોટ બહેન-બનેવીના ઘરે ચાલ્યો ગયેલો યુવાન સુરત પરત ફરતા ડીંડોલી પોલીસે તેને ઝડપી લીધો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ રાજસ્થાનના વતની અને સુરતમાં ભેસ્તાન આવાસ નજીક રહેતા શ્રમજીવી પરિવારની ધો.7 માં અભ્યાસ કરતી 14 વર્ષની પુત્રી સીમા (નામ બદલ્યું છે) ને ગત 24 જુલાઈ 2022 તેમના ઘર નજીક પ્રિયંકા સોસાયટીમાં રહેતા આકાશ સીંગે ઈન્સ્ટાગ્રામ ઉપર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલતા સીમાએ સ્વીકારી હતી. બાદમાં તેઓ મેસેજથી વાત કરતા હતા અને આકાશ સીંગે સીમાના મોટ્ટા ભાઈ સાથે પણ મિત્રતા કરતા તે ઘરે પણ અવરજવર કરતો હતો. દરમિયાન, ગત 26 જાન્યુઆરીના રોજ સીમા ઘરે એકલી હતી ત્યારે બપોરે બે વાગ્યે આકાશ સીંગ તેના ઘરે આવ્યો હતો અને શાંતી સે દરવાજા બંધ કરલે, ચીલ્લાના મત. નહિ તો તેરે ભાઇ કો ઔર તુજે જાનસે માર ડાલુંગા તેવી ધમકી આપી દરવાજો અંદરથી બંધ કરી મરજી વિરૂધ્ધ બળજબરી કરી શરીર સબંધ બાંધ્યો હતો.

ત્યાર બાદ આકાશ સીંગે ત્રણ થી ચાર દિવસ ઘરે આવી ધમકી આપી શરીર સંબંધ બાંધ્યો હતો. હાલમાં સીમા તેની માતા સાથે વતન ગઈ હતી ત્યારે માતાને આ અંગે જાણ કરતા તેમણે સુરત પરત ફરી આકાશ સીંગ વિરુદ્ધ ડીંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન, ડીંડોલી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ મિલિંદ તુકારામ અને કોન્સ્ટેબલ કુલદીપસિંહ હેમુભાને મળેલી બાતમીના આધારે પીએસઆઈ હરપાલસિંહ મસાણી અને સ્ટાફે આકાશસીંગ ગુરુજીત સીંગ (ઉ.વ.22, રહે.ઘર નં.697, પ્રિયંકા ગ્રીન સોસાયટી, ડીંડોલી, સુરત. મૂળ રહે.બિહાર ) ને ડીંડોલી ગોડાદરા બ્રિજ નીચે રેલવે ટ્રેક પરથી ઝડપી લીધો હતો. આકાશસીંગ ગુનો નોંધાતા યુવાન રાજકોટ બહેન-બનેવીના ઘરે ચાલ્યો ગયો હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!