GANDHIDHAMKUTCH

ગાંધીધામ તાલુકાના ત્રણ ગામોમાં ૧૦ આવાસના લોકાર્પણ સાથે ૨૫ આવાસનું ખાતમુહૂર્ત કરાયું

૧૫-મે

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

ગાંધીધામ કચ્છ :- ગાંધીધામ તાલુકાના પડાણા ગામે યોજાયેલા તાલુકા કક્ષાના “અમૃત આવાસોત્સવ” કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આગેવાનોની હાજરીમાં રીબીન કાપી,ચાવી અર્પણ કરી પ્રધાન મંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસ અર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તથા મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરી દરેક લાભાર્થીને વૃક્ષ ઉછેર માટે દત્તક આપવામાં આવ્યા હતા.આ પ્રસંગે પડાણા ગામને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ફાળવવામાં આવેલા મિની ટિપરની ચાવી પડાણાના સરપંચ તથા તલાટીને અર્પણ કરી ગામ માટે સફાઈ વાહનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આવાસ અમૃતોત્સવ અંતર્ગત પડાણા ગામની જાહેર જગ્યાઓમાં ગામ લોકો દ્વારા સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આંગણવાડીની બહેનો દ્વારા વાનગી હરીફાઈ યોજવામાં આવી હતી. સખીમંડળની બહેનો દ્વારા પ્રભાતફેરી કાઢવામાં આવી હતી તથા યોગ કરવામાં આવ્યા હતા.પડાણા ગામના પ્રધાનમંત્રી આવાસ યોજના ના લાભાર્થી શ્રીવિભા કરના રબારી દ્વારા આવાસ મળ્યા પહેલા કેવી પરિસ્થિતિ હતી તથા આવાસ મળ્યા બાદની એમની પરિસ્થિતિનું ભાવપૂર્ણ વર્ણન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ અમૃત આવાસોત્સવ કાર્યક્રમ બાયસેગ મારફતે ગામની શાળામાં પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ, લાભાર્થીઓ તથા ગામના આગેવાનો દ્વારા નિહાળવામાં આવ્યો હતો.તાલુકા કક્ષાના આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતિ, ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જી.કે.રાઠોડ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ભરતસિંહ જાડેજા, તાલુકા વિકાસ અધિકારી શ્રીમતી પિન્કીબેન ચૌધરી, સિંચાઇ સમિતિના ચેરમેનશ્રી ધનજી ભાઈ હુંબલ, શ્રી બાબુભાઈ ગુજરીયા, ગામના સરપંચ શ્રી ઉત્તમભાઈ ઝરું, મ.તા.વિ.અ.શ્રી મહેશ ભાઈ તથા કર્મચારીશ્રીઓ અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા મદદનીશ તાલુકા વિકાસ અધિકારી અંજનાબેન કોટક તથા તેમની ટીમએ જહેમત ઉઠાવી હતી.

Back to top button
error: Content is protected !!