BODELICHHOTA UDAIPUR

છોટાઉદેપુર જિલ્લાના પાણેજ ગામની વચ્ચે એક યુવકની હત્યા કરવાના ગુન્હાના કામે 5 આરોપીને આજીવન કેદની સજા

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના પાણેજ ગામની સીમમાં કિશનભાઇ સુરેશભાઈ તડવી જે તાંદલજા બોડેલી ખાતે રહેતા હતા. તેને માર મારવાનો પ્લાન સાત શખ્સોએ બનાવ્યો હતો. જેમાં હિતેશભાઈ સનાભાઇ તરબદા કોળી, પ્રકાશભાઈ સનાભાઇ તરબદા કોળી, સનાભાઇ ભુરાભાઈ તરબદા કોળી, ઇશ્વરભાઇ મોતીભાઈ તરબદા કોળી, યુવરાજસિંહ મહેન્દ્રસિંહ ડોડીયા, ભદ્રેશકુમાર ચંદુલાલ તરબદા કોળી અને દિલીપભાઈ હરજીભાઈ તરબદા કોળી સામેલ હતા.જેથી આ કિશનભાઇ સુરેશભાઈ તડવીના મિત્ર મિહિર ઉર્ફે મીકી શૈલેષભાઈ તડવી રહે. તાંદલજાને બળજબરીપૂર્વક કિશનનું સાસરીનું મકાન બતાવવા માટે સાથે લઈ જઇ કિશનને તેની સાસરી ભાણદ્રા ગામેથી બળજબરી પૂર્વક તેમની તવેરા ગાડીમાં નાખી લાવી અપહરણ કરી કિશનને કહ્યું હતું કે તારા મામા અરવિંદભાઈ સનાભાઇ તડવીની છોકરી કાજલબેન સાથે હિતેશભાઈ સનાભાઇ કોળીને પ્રેમ સંબંધ હતો. ત્યારે તું કેમ વચ્ચે પડતો હતો અને બે ત્રણ દિવસ પહેલા હિતેશને તે તથા તારા માણસોએ મળીને શું કામ માર્યો છે. તેમ કહીને પ્રકાશે ગુપ્તી જેવા હથિયાર વડે કિશનને માથામાં તથા ગાલ ઉપર મારી ઇજાઓ કરી અને ગાળો દીધી હતી. પાણેજ ગામની વચ્ચે લાવી એકાંત જગ્યાએ લઈ જઈને ઇશ્વરભાઇ મોતીભાઈ તરબદા કોળી અને યુવરાજસિંહ મહેન્દ્રસિંહ ડોડીયાને ત્યાં બોલાવી કિશનને માર મારતા હતા. તે વખતે મિહિર ઉર્ફે મિકી શૈલેષભાઈ તડવીને ફોન ઉપર વાત કરતા જોઈ જતા તે કોઈને ફોન કરી દીધો છે.તેમ કહીને તેને પણ પકડી માર મારતા તે વખતે કિસન તેમની પક્કડમાંથી નાસી છૂટ્યો હતો. મિહિર ઉર્ફે મિકી શૈલેષભાઈ તડવીને ફરસી વડે માથાના ભાગે ત્રણ ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી મૃત્યુ નિપજાવી અને તેની લાશને નર્મદા કેનાલમાં નાખી દીધી હતી.આ અંગેનો કેસ બોડેલી એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશ જે.ટી. શાહે સરકારી વકીલ રાજેન્દ્રસિંહ પરમારની દલીલોને ગ્રાહ્ય રાખીને પાંચ આરોપીઓ પ્રકાશભાઈ સનાભાઇ તરબદા કોળી, હિતેશભાઈ સનાભાઇ તરબદા કોળી, સનાભાઇ ભુરાભાઈ તરબદા કોળી, યુવરાજસિંહ મહેન્દ્રસિંહ ડોડીયા અને દિલીપભાઈ હરજીભાઈ તળપદા કોળીને આજીવન કેદની સજાનો હુકમ કર્યો હતો. સાથે સાથે કુલ 35000 રૂપિયા દંડ પણ કર્યો હતો.

 

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!