VADODARAVADODARA CITY / TALUKO

વડોદરા મહાનગર પાલિકાના 21 કર્મચારીઓએ રાજીનામાં ધરી દીધા

વડોદરા મહાનગર પાલિકામાં સ્ટાફની અછત વચ્ચે કર્મચારીઓએ ધડાધડ રાજીનામાં આપ્યા છે. છેલ્લા એક વર્ષમાં જ 21 કર્મચારીઓએ રાજીનામાં ધરી દીધા છે. પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે હવે ઘણા વોર્ડમાં તો કર્મચારીઓ જ નથી, તે વોર્ડનું કામ કોણ સંભાળશે તે પણ યક્ષ પ્રશ્ન છે. ઉૉલ્લેખનીય છે કે વોર્ડ વિભાજન બાદ કામનું ભારણ વધતા કર્મચારીઓના રાજીનામાં પડે છે. ત્યારે હવે 5 વોર્ડમાંથી 9 કર્મચારીઓએ રાજીનામાં આપી દિધા છે. તમામ વોર્ડ કચેરીમાં 8 જૂનિયર ક્લાર્કની જગ્યાએ માત્ર 4 જ ક્લાર્ક કામ કરે છે.

Back to top button
error: Content is protected !!