SURATSURAT CENTRAL ZONESURAT CITY / TALUKOSURAT EAST ZONESURAT NORTH ZONESURAT SOUTH EAST ZONESURAT SOUTH WEST ZONESURAT SOUTH ZONE

પીઝા ખાવાના શોખીનો માટે મોટા સમાચાર છ ફાસ્ટફૂડ બ્રાન્ડના નમૂના લેબ ટેસ્ટમાં ફેલ

પીઝા ખાવાના શોખીનોમાં મોટાપાયે વધારો થતો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને યંગસ્ટર્સમાં પીઝાનો ક્રેઝ વધતો જોવા મળી રહ્યો છે, પરંતુ જે પીઝા હોંશેહોંશે ઝાપટવામાં આવી રહ્યા છે એ હેલ્ધી છે ખરા?

સુરતમાં પીઝા ખાવાનો ચટાકો રાખતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. સુરત શહેરના છ ફાસ્ટફૂડ બ્રાન્ડના નમૂના લેબ ટેસ્ટમાં ફેલ ગયા હતા. પીઝાના ચીઝમાં 35 ટકાના બદલે માત્ર 20 ટકા ફેટનું પ્રમાણ જોવા મળ્યું હતુ. પીઝા હટ, લા પીનોઝ, ડોમીનોઝ, ડેન્સ પીઝા, ગુજ્જુ કાફેમાંથી નમૂના લેવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગે 40 કિલો મોઝેરેલા ચીઝનો જથ્થો નાશ કર્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા સંસ્થાઓ સામે ફરિયાદ દાખલ કરવા તજવીજ હાથ ધરી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!