BODELICHHOTA UDAIPUR

છોટાઉદેપુર ખાતે રૂા. ૨૦.૪૩ કરોડના ખર્ચે બનાવવામાં આવનાર ફિલ્ડ હોસ્પિટલ અને ક્રિટીકલ બ્લોકનું ખાતમુહૂર્ત કરાયું.

રાજયના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કરાયું ખાતમુહૂર્ત છોટાઉદેપુર જિલ્લાના વડામથક છોટાઉદેપુર ખાતે આવેલી જનરલ હોસ્પિટલ ખાતે રૂા. ૨૦.૪૩ કરોડના ખર્ચે બનાવવામાં આવનાર ફિલ્ડ હોસ્પિટલ અને ક્રિટિકલ બ્લોકનું રાજયના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સાંસદ શ્રીમતિ ગીતાબેન રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા દ્વારા કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિતોને સંબોધતા સાંસદ ગીતાબેન રાઠવાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર અને રાજય સરકારના સંયુકત ઉપક્રમે આ ભેટ છોટાઉદેપુર જિલ્લાની જનતાને મળી છે. આ હોસ્પિટલ માત્ર છોટાઉદેપુર જિલ્લા માટે જ નહીં પાડોશી રાજય મધ્યપ્રદેશના લોકો માટે આશિર્વાદરૂપ સાબિત થશે એમ કહી તેમણે સરકાર દ્વારા માતા અને બાળમરણ ઘટાડવા માટે કરવામાં આવેલી કામગીરીની સરાહના કરી હતી. આ ઉપરાંત તેમણે શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ, કૂપોષણ નાબુદી કાર્યક્રમ તથા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંગે પણ વિગતે જાણકારી આપી હતી.છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ પણ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે, અમે ત્રણેય ધારાસભ્યોએ આપણા જિલ્લામાં જયાં પી.એચ.સીના મકાનો બનવાના બાકી છે એ વહેલી તકે બને એ માટે રજૂઆ કરી છે એમ કહી તેમણે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ સેવેલા દેશના દરેક આદિવાસી જિલ્લામાં એક મેડિકલ કોલેજ અને એક જનરલ હોસ્પિટલ બને એ સ્વપ્ન સાકાર થવા જઇ રહ્યું છે એમ જણાવ્યું હતું.છોટાઉદેપુર ખાતે રૂા. ૨૦.૪૩ કરોડના ખર્ચે નવનિર્મિત થનાર આ હોસ્પિટલમાં ૪૨ બેડ પીડીયાટ્રીક અને આઇ.સી.યુ અને વોર્ડ, ૨૦ આઇ.સી.યુ બેડ, ૫૦ બેડ ક્રિટીકલ કેર માટે અને ૧૦૦ બેડની ફિલ્ડ હોસ્પિટલ એમ કરીને આ હોસ્પિટલમાં કુલ ૨૧૨ બેડ હશે.કાર્યક્રમમાં અધિક નિવાસી કલેકટર આર.કે.ભગોરા, પૂર્વ ધારાસભ્ય શંકરભાઇ રાઠવા, જનરલ હોસ્પિટલના અધિક્ષક, અગ્રણી મુકેશભાઇ પટેલ, અન્ય પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!