IDARSABARKANTHA

ઈડરિયા ગઢ પર જ જોવા મળતી આ દુર્લભ વનસ્પતિ “ટાઢોડી” ફક્ત આ પાતાળ કુંડમાં જ જોવા મળે છે.

સાબરકાંઠા…

ઉનાળાની કાળઝાળ ગરમીમાં લુ લાગવાના બનાવો વારંવાર બન્યા હોય છે. જો કે ગુજરાતમાં સૌથી વધુ ગરમ રહેતા ઈડરના લોકોને આ તકલીફ નથી રહેતી. કેમ કે માત્ર હિમાલયના ઠંડા પ્રદેશમાં જ જોવા મળતી એક દુર્લભ વનસ્પતિ અહી થાય છે. અને એ વનસ્પતિ ઈડરના લોકોને ગરમી સામે રક્ષણ આપી રહી છે. જોઈએ એક અહેવાલ…

કાળઝાળ ગરમીએ પોતાનું વિકરાળ સ્વરૂપ દેખાડવાનું શરુ કરી દીધું છે. જેને લઈને હાલમાં સાબરકાંઠા જીલ્લાનું ઇડર પણ ધગધગી રહ્યું છે. જો કે ધગધગી રહેલા ઇડરનાં લોકોને એક વનસ્પતિ ઠંડકનો અહેસાસ આપી રહી છે. અને એ છે ઈડરિયા ગઢ પર આવેલા કુંડમાં થતી ટાઢોડી નામની વનસ્પતિ. હા, માત્ર હિમાલય પર આવેલા કૈલાસ માન સરોવરમાં જ જોવા મળતી ટાઢોડી નામની વનસ્પતિ ભારતભરમાં માત્ર ને માત્ર ઈડરિયા ગઢ પર જ જોવા મળે છે. ગમે તેટલી ગરમી હોય કે લુ લાગી હોય. આ વનસ્પતિને મૂળ સમેત માથામાં લગાવતા તરત જ ગરમી દુર થઇ જાય છે. તો પગમાં લગાવતા પગના વાઠીયા પણ દુર થાય છે તેવુ સ્થાનિકોનુ પણ માનવુ છે…

 

માત્ર ઈડરિયા ગઢ પર જ જોવા મળતી આ વનસ્પતિ ફક્ત આ વેણી-વચ્છરાજનાં નામ સાથે જોડાયેલા પાતાળ કુંડમાં જ જોવા મળે છે. વળી, ઘણા લોકોએ આ વનસ્પતિને ઇડરમાં જ આવેલા રાણી તળાવ સહીત અન્ય જળાશયોમાં ઉછેરવાનો પ્રયત્ન કર્યો છે. પણ તે આં કુંડ સિવાય અન્ય કોઈ જ જગ્યાએ થતી નથી. તો લોકો અહીથી ગમે તેટલી વનસ્પતિ લઇ જાય તે ફરીથી ઉગી જ નીકળે છે. અને ફરીથી આ કુંડ વનસ્પતિથી ભરાઈ જાય છે પરંતુ વનસ્પતિ ખુટતી નથી. તો એકબાજુ ગરમીથી ધકધકતુ ઈડર અને સામે રક્ષણ આપતી આ વનસ્પતિ. એટલે લોકો ગઢ પર આવે અને આ વનસ્પતિ લઈને જ જાય છે અને ગરમીથી રક્ષણ મેળવી રહ્યા છે. તો સાથે સ્થાનિકોની પણ માંગ ઉઠી છે કે આ કુંડ પર સમારકામ કરવામાં આવે તો અહિ આવતા લોકોને અગવડ ન પડે.

છેલ્લા અનેકો વર્ષોથી આ વનસ્પતિ અહી અસ્તિત્વ ધરાવી રહી છે. અને તેના ઔષધીય ઉપચારને કારણે ઇડર સહીત આજુબાજુના લોકોને માટે આશીર્વાદરૂપ બની રહી છે. ત્યારે ઈડરના લોકો ગઢ બચાવવાના અભિયાન સાથે આ વનસ્પતિનું અસ્તિત્વ નાં જોખમાય તેવી માંગ કરી રહ્યા છે…

રિપોર્ટર:- જયંતિ પરમાર સાબરકાંઠા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!