IDARSABARKANTHA

ઈડર જૈન સમાજની યુવતીએ ઉત્તર ગુજરાત પાટણ યુનિવર્સિટીમાં PHD ડિગ્રી પ્રાપ્ત કરતા સમાજે તેમજ કોલેજ પરિવારે શુભેચ્છાઓ પાઠવી

સાબરકાંઠા…

ઈડર જૈન સમાજની યુવતીએ ઉત્તર ગુજરાત પાટણ યુનિવર્સિટીમાં PHD ડિગ્રી પ્રાપ્ત કરતા સમાજે તેમજ કોલેજ પરિવારે શુભેચ્છાઓ પાઠવી હતી…

સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે રહેતાં સુનીલકુમાર દોશીની પુત્રીએ ઉત્તર ગુજરાત પાટણ યુનિવર્સિટીમાં PHD ડિગ્રી પ્રાપ્ત કરી છે. ડો. સલોનીબેન નિરવકુમાર મહેતા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત પાટણ યુનિવર્સિટીમાં એકાઉન્ટ વિષયમાં ભારતની ઉડ્ડયન કંપનીનાં નાણાકીય મૂલ્યાંકનનાં અભ્યાસ પર સંશોધન સાથે PHD ડિગ્રી પ્રાપ્ત કરી છે. સલોની મહેતાએ PHD ENTRANCE Exam માં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત પાટણ યુનિવર્સિટીમાં ટોપ કર્યુ છે. નેશનલ એલીજીબલ ટેસ્ટ NET તેમજ સ્ટેટ એલીજીબલ GSET અને M.PHiL ની ડીગ્રી પણ પ્રાપ્ત કરી ચૂક્યા છે. ઈડર જૈન સમાજની યુવતીએ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત પાટણ યુનિવર્સિટીમાં ડિગ્રી પ્રાપ્ત કરી ટોપ રહેતાં સમગ્ર ઈડર જૈન સમાજ તેમજ કોલેજ પરિવારે શુભેચ્છાઓ પાઠવી આવનાર સમયમાં ઉતરો ઉત્તર પ્રગતિ કરે તેવી શુભકામના સાથે શુભેરછાઓ પાઠવી હતી…

રિપોર્ટ, જયંતિ પરમાર સાબરકાંઠા

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!