NANDODNARMADA

આંતરરાષ્ટ્રીય યોગા દિવસનું કાઉન્ટડાઉન શરૂ : નર્મદા જિલ્લા સેવાસદનના પટાંગણમાં કાઉન્ટડાઉન વોચ મુકાઈ

આંતરરાષ્ટ્રીય યોગા દિવસનું કાઉન્ટડાઉન શરૂ : નર્મદા જિલ્લા સેવાસદનના પટાંગણમાં કાઉન્ટડાઉન વોચ મુકાઈ

“વન અર્થ, વન હેલ્થ” ના સ્લોગન સાથે મુકાયેલી વોચનો મુખ્ય આશય લોકોમાં યોગ પ્રત્યે જાગૃતતા કેળવવાનો

રાજપીપલા : જુનેદ ખત્રી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વ હેઠળ સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૨૧ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. જેને અનુલક્ષીને આ વર્ષે એક યુનિક કોન્સેપ્ટ સાથે વિવિધ જિલ્લાઓ સહિત નર્મદા જિલ્લામાં પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને કંઈક ખાસ રીતે ઉજવવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ છે.

ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ હસ્તક ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાશે. જેના ભાગરૂપે નર્મદા જિલ્લા સેવાસદનના પટાંગણમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસને અનુલક્ષીને કાઉન્ટડાઉન વોચને ઇન્સ્ટોલ કરવામાં આવી છે. જેનો ઉદ્દેશ્ય લોકોને ભારતની પરંપરાગત યોગ પદ્ધતિ અને તેના ફાયદાઓથી અવગત કરાવવાનો છે. લોકો મોટા પ્રમાણમાં યોગ તરફ આકર્ષાય તેવા ઉમદા આશય સાથે જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા રમત વિકાસ અધિકારી વિષ્ણુભાઈ વસાવાના હસ્તે કાઉન્ટ ડાઉન વોચને ખુલ્લુ મુકવામાં આવેલ છે. આ પ્રસંગે જિલ્લા યોગ કોર્ડીનેટર વસંતકુમાર વસાવા સહિત જિલ્લાના યોગ કોચ ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!