CHIKHLINAVSARI

કવોરી ના ઉદ્યોગકારો ની નફ્ફટાઈ, જ્યારે વહિવટી તંત્ર આંખ આડા કાન કરી બેઠું એમ કહી શકાય?

સબ….
બામણવેલ થી ચીખલી સુધી મુખ્ય માર્ગ પર આ વહિવટી તંત્ર ના અધિકારીઓ સરકારી ગાડી છોડીને બાઈક પર અવર જવર કરે તો ખબર પડે!

વાત્સલ્યમ્ સમાચાર
અંબાલાલ પટેલ – ચીખલી

ચીખલી તાલુકા માંથી પસાર થતાં ચીખલી સાપુતારા મુખ્ય માર્ગ પર અને ખાસ કરીને માણેકપોર થી ચીખલી કૉલેજ સર્કલ સુધી નો માર્ગ માથાના દુઃખાવા સમાન બની ગયો છે. જ્યારે એનું એક મુખ્ય કારણ માર્ગ પર ઉડતી ધૂળ અને રજકણો છે. આ માર્ગ ની બાજુમાં આવેલ કવોરીઓ ના કારણ થી માર્ગ પર ધૂળ અને રજકણો ઉડતા જોવા મળે છે. જ્યારે હાલ માર્ગ ની બાજુમાં જ કવોરીઓ નાં મોટા પ્લાન્ટ આવેલ હોય જેને પગલે મોટા પ્રમાણ માં ધૂળ અને રજકણો ઉડતા જોવા મળે છે. ત્યારે પોલ્યુશન કંટ્રોલ ડિપાર્ટમેન્ટ આ બાબત થી અજાણ હોય એમ પ્રતિત થઈ રહ્યું છે. કે પછી કોઈ ઉચ્ચ કક્ષા ની રજુવાત ની રાહ જોવાઈ રહી છે. ત્યારે સવાલ એ ઉદભવે છે કે આ માર્ગ પર ઉડતી ધૂળ ની ડમરીઓ રાહદારીઓ માટે માથા ના દુઃખાવા સમાન બની છે. જ્યારે માર્ગ પર રોડ એન્ડ સેફ્ટી અંતર્ગત પ્રાંત અધિકારીશ્રી ની અધ્યક્ષતા માં તા.૦૧/૦૪/૨૦૨૩ ના રોજ સાંજે ૫-૦૦ કલાકે એક સમિતિ ની રચના કરવામાં આવી હતી.જેમાં માર્ગ પર થતી અગવડો દૂર કરવા અલગ અલગ નિર્ણયો લેવામાં આવ્યા હતા. જ્યાં આ સમિતી દ્વારા લેવાયેલા દરેક નિર્ણય પોકર સાબિત થઈ રહ્યા છે. જ્યારે સમિતિ ની રચના માં બનાવેલા હોદેદારો ફક્ત કાગળ પર જ હોય એમ પ્રતિત થઈ રહ્યું છે. કારણ કે આ નિયમો અનુસાર કોઈ પગલા લેવામાં આવ્યા નથી. જ્યારે કવોરી સંચાલકો અને ટ્રક ચાલકો બેફામ બન્યાં હોય એમ કેહવું ખોટું નથી. ત્યારે આ સમિતિ ફક્ત કાગળ પર નો દેખાડો કે પછી કોઈ કાયદેસરના પગલાં પણ લેશે? ત્યારે આ બાબત અનેક વાર પ્રકાશિત કર્યા બાદ પણ વહિવટી તંત્રના જાડી ચામડીના અધિકારીઓ નું પેટ નું પાણી હલતું નથી.ત્યારે આવા અધિકારીઓ પોતાની ચેમ્બર માંથી બહાર આવી ને આ માર્ગ પર એક સપ્તાહ સુઘી મોટર સાઇકલ પર પરિવહન કરે તો આમ જનતા ને પડતી મુશિબત ખબર પડશે.ત્યારે જોવું એ રહ્યું કે આવનારાં દિવસોમાં તંત્ર દ્વારા શું પગલાં લેવાશે.

બોક્સ:૧
બામણવેલ થી માણેકપોર સુધી નો વિસ્તાર કવોરી ઝોન જાહેર કરી દેવો જોઇએ? કે પછી વહિવટી તંત્ર આમ જનતા માટે કોઈ નક્કર પગલાં લેવાશે? કે પછી વહિવટી તંત્ર ના અધિકારીઓ ને પ્રજા ના હિત માટે ના કાર્યો કરવા માટે રસ નથી? કે ફક્ત સરકારી ચેમ્બરો માં બેસી જી હુજુરી નાં કામો માં જ રસ છે કે કેમ?

બોક્સ:૨
ચીખલી વાંસદા મુખ્ય માર્ગ પર ધૂળ અને રજકણો ઉડતા નજરે પડે છે. તો એ આ વહિવટી તંત્ર ના નજર માં નથી આવતું કે કેમ? પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ને આ બાબત ની માહિતી નથી કે કેમ?
ક્યારે આ માર્ગ પર ધૂળ અને રજકણો ઉડતા બંધ થશે?

બોક્સ:૩
બામણવેલ મુખ્ય માર્ગ પર જ ટ્રક ના ટાયર પંચર ની દુકાન સંચાલક દ્વારા મુખ્ય માર્ગ પર જ ટાયર પંચર ની કામગીરી કરવામાં આવે છે. જેને લઈને અક્સ્માત સર્જાઇ તો જવાબદાર કોણ? ત્યારે સંભવિત તંત્ર ને આ બાબત ધ્યાન માં નથી આવતી કે કેમ?

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!