SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર સીવીલ હોસ્પિટલમાં સીટિસ્કેન મશીન છેલ્લા પાંચ વર્ષથી બંધ હાલતમાં 

તા.29/05/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લા વાસીઓની આરોગ્યની સુવિધા માટે મહાત્મા ગાંધી સિવિલ હોસ્પિટલમાં સીટી સ્કેનનું મશીન ફાળવવામાં આવ્યું હતું પણ ડૉક્ટરી ટીમ ન હોવાથી આ સીટીસ્કેન મશીન ગાંધી હોસ્પિટલમાં હાલમાં ધૂળ ખાઈ રહ્યું છે જ્યારે હાલમાં સુરેન્દ્રનગરની પ્રાઇવેટ હોસ્પિટલોમાં સીટી સ્કેન અને એમ.આર.આઈ. રિપોર્ટના દર્દીઓ પાસેથી રૂ. 5 હજારથી લઈ 6 હજાર પડાવવામાં આવી રહ્યા છે આથી તાત્કાલિક સીટી સ્કેન અને એમ.આર.આઈ. મશીન ગાંધી હોસ્પિટલમાં શરૂ કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની વ્યાપક માગ ઉઠવા પામી છે હાલમાં મહાત્મા ગાંધી સિવિલ હોસ્પિટલમાં સિટીસ્કેનનું મશીન છેલ્લા 5 વર્ષથી બંધ હાલતમાં હોવાથી દર્દીઓ હેરાન પરેશાન થઇ રહ્યા છે આ અંગે સુરેન્દ્રનગરના ઘનશ્યામભાઇ પરમારે જણાવ્યું કે, આજથી પાંચેક વર્ષ અગાઉ આ હોસ્પિટલમાં સીટીસ્કેન મશીન મુકવામાં આવ્યું હતું ત્યારથી આજદિન સુધી એ મશીન ચલાવવા વાળા ડોક્ટર જ નથી અને ત્યારથી આ મશીન બંધ હાલતમાં પડ્યું છે સુરેન્દ્રનગરના સાંસદ ડો.મહેન્દ્રભાઇ મુંજપરાને પણ રજૂઆત પણ કરવામાં આવી છે કે ખાનગી દવાખાનામાં સીટીસ્કેન કરવાના રૂ. 5,000 થી 5,300 સુધીનો ચાર્જ લેવામાં આવે છે સરકારી હોસ્પિટલ સીટીસ્કેન મશીન તાકીદે શરૂ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!