IDARSABARKANTHA

સાબરકાંઠા જીલ્લામાં સતત બીજાં દીવસે હવામાન વિભાગની આગાહી પૂર્વે ભારે પવન સાથે વરસાદ વરસ્યો

સાબરકાંઠા…

સાબરકાંઠા જીલ્લામાં સતત બીજાં દીવસે હવામાન વિભાગની આગાહી પૂર્વે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો.. જિલ્લાનાં અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસતા વીજળી ગુલ થયાના સમાચાર સામે આવ્યા હતા…

સાબરકાંઠા જિલ્લાના ઈડર વડાલી ખેડબ્રહ્મા સહિતના પંથકમાં હવામાન વિભાગની આગાહી પૂર્વે અચાનક વાતાવરણ માં પલ્ટો નોધાયો હતો.. આકાશમાં કાળા વાદળો વચ્ચે ભારે પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું. ત્યારે હિમતનગર શહેરમા રોડ પર ધૂળ ધૂળ જોવા મળી હતી. ત્યારે હાઈવે રોડ પર ધૂળની ડમરી ઉડતા વાહન ચાલકો અટવાયા હતા… ઈડર વડાલી ખેડબ્રહ્મા સહિતના પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસતા રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા ત્યારે ઉનાળાની કાળઝાળ ગરમી વરચે વરસાદ પડતાં લોકોને ભારે ગરમી વરચે ઠંડક નો અહેસાસ થયો હતો… ભારે પવન સાથે વરસેલા વરસાદ વરચે હાલ કોઈ નુક્સાનનાં સમાચાર સામે આવ્યા નથી જૉકે અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાતા લોકોના જીવ તાળવે ચોંટયા હતા.. ત્યારે ભારે પવન ફૂંકાતા જિલ્લાનાં અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થયાના સમાચાર સામે આવ્યા હતા જોકે હવામાન વિભાગની આગાહી પૂર્વે જિલ્લામાં સતત બીજા દિવસે ભારે પવન સાથે કમોસમી વરસાદ નોંધાતા જગતનો તાત ચિંતિત બન્યો છે…

રિપોર્ટર:- જયંતિ પરમાર સાબરકાંઠા

 

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!