SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

વઢવાણના નાના મઢાદ ગામે ભરડિયાના માલિકો પાસે ખંડણી માંગી

તા.30/05/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

વઢવાણના નાના મઢાદ ગામે ભરડિયાના માલિકો પાસે ખંડણી માંગી વઢવાણ તાલુકાના નાના મઢાદ ગામ આસપાસ પથ્થરોને ક્રશર કરી કપચી બનાવવાના ભરડીયા આવેલા છે આ ભરડીયાના માલીકો પાસે ગામનો એક શખ્સ ખંડણી માંગતો હોવાની વિગતો બહાર આવે છે ભરડીયાના માલીકોએ સોમવારે જિલ્લા પોલીસ વડાની કચેરીએ દોડી જઈ લેખીત રજુઆત કરી ખંડણી ખોર સામે કાર્યવાહીની માંગ ઉઠી હતી ઝાલાવાડનો ક્રશર ઉદ્યોગ રાજય સાથે દેશભરમાં અતી મહત્વનો છે સાયલા અને વઢવાણ તાલુકામાં આવેલા આ ક્રશર ઉદ્યોગમાંથી બનતી કપચીની રાજયભરમાં ભારે માંગ છે ત્યારે વઢવાણ તાલુકાના નાના મઢાદ ગામ પાસે આવેલ ભરડીયાના ચાલકો ખંડણી ખોરના ત્રાસથી તોબા પોકારી ગયા છે સોમવારે વાસુદેવ સેન્ડ સ્ટોન ઈન્ડસ્ટ્રીઝના પુનીતભાઈ પટેલ, પરીશ્રામ સ્ટોન ઈન્ડસ્ટ્રીઝના જસમતભાઈ નાંઘા, રાયકા સ્ટોન ઈન્ડસ્ટ્રીઝના લાભુભાઈ આલ, લીયો મીનરલ્સના હીતેન્દ્રસીંહ ઝાલા, સોમનાથ સ્ટોન ઈન્ડસ્ટ્રીઝના ભરતસીંહ રાઠોડ, મારૂતી સ્ટોન ઈન્ડસ્ટ્રીઝના ઘનશ્યામભાઈ મસાણી સહીતનાઓ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાની કચેરીએ દોડી ગયા હતા અને લેખીત રજુઆત કરી હતી આ રજુઆતમાં જણાવાયા મુજબ અમારા નાના મઢાદ ગામે બ્લેક સ્ટોનમાંથી ગ્રીટ, કપચી, મેટલ્સ બનાવવાના સ્ટોન ક્રશર ભરડીયા આવેલા છે જેનો કાચો માલ જુદા જુદા ખાણના માલીકો પાસેથી કાયદેસર વેચાતો લઈએ છીએ અને જુદી જુદી સાઈઝની કપચી બનાવી વેચાણ કરીએ છીએ અમારા ભરડીયા નાના મઢાદ ગામની આસપાસ આવેલા છે ત્યારે છેલ્લા એક વર્ષથી નાના મઢાદના પ્રવીણભાઈ રામભાઈ ગઢવી ભરડીયામાં કાળા પથ્થર નાંખવા આવતા વાહનોને અટકાવે છે અને ડમ્પર ચાલકોને ધમકાવી કહે છે કે, અહીંથી ડમ્પર ચલાવવાના નથી, આ તમારો રસ્તો નથી. અને ડમ્પર ચાલકો પાસે પૈસા પડાવે છે.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!