SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

જોરાવરનગરમાં ચેઈન સ્નેચિંગમા બે આરોપીઓને ઝડપી પાડતી જોરાવરનગર પોલીસ

તા.31/05/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરના જોરાવરનગરમાં ગત તા. 27/5/2023ના રોજ બે શખ્સ ચેઇન સ્નેચીંગ કરી એક મહિલાના ગળામાંથી રૂ. 25,000 ની કિંમતનો આશરે સવા તોલા સોનાનો ચેઇન તફડાવીને રફુચક્કર થઇ ગયા હતા ત્યારે જોરાવરનગર પોલીસે ફરીયાદના આધારે પીએસઆઇ આર જે જાડેજા, ઘનશ્યામભાઈ, સરદારસિંહ, મૂળજીભાઈ, વિજયસિંહ સહિત સમગ્ર ટીમ દ્વારા નૈત્રમ સુરેન્દ્રનગરની મદદથી વિવિધ સી.સી.ટી.વી ફુટેજ અને બનાવની જગ્યાના આજુ બાજુના સી.સી.ટી.વી ફુટેજની મદદથી અને હ્યુમન ફોર્સ તથા ટેકનિકલ સોર્સની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને આ ચેઇન સ્નેચીંગ કેસમાં આ ગુન્હાને અંજામ આપનારા સુરેન્દ્રનગરના વિજય પ્રભુદાસ દેસાણી જાતે બાવાજી અને સુરેન્દ્રનગરના જ સચીનભાઇ જીતેન્દ્રભાઇ વાઘેલા જાતે અનુસુચિત જાતિને રૂ.25,000 ની કિંમતના સવા તોલા સોનાની ચેન સાથે ઝબ્બે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે જેમાં આરોપી વિજય પ્રભુદાસ દેસાણી વિરુદ્ધ સુરેન્દ્રનગર એ અને બી ડીવીઝનના મળીને બે ગુન્હા નોંધાયેલા છે ત્યારે મજકુર બંને ઈસમોની વધુ તપાસ આર જે જાડેજા ચલાવી રહ્યા છે.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!