BANASKANTHAPALANPUR

સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ,પાલનપુરના ખેડૂત પુત્રે ધો.12 સામાન્યપ્રવાહમાં 92.86 ટકા A1 ગ્રેડ મેળવી જિલ્લા માં નામ રોશન કર્યું

1 જૂન વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

ગતરોજ ધો.૧૨ સામાન્યપ્રવાહનું પરીણામ જાહેર થયું હતું.જેમાં હરહંમેશની જેમ નજીવી ફી લઇ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ આપતી શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ,પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંલગ્ન શ્રી કે.કે.ગોઠી હાઇસ્કુલ અને સ્વસ્તિક ઉચ્ચ માધ્યમિક શાળા,પાલનપુરનાં વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ પરિણામ મેળવતાંજ હોય છે. ત્યારે શહેરી વિસ્તારની દોડધામથી દુર રહી ગામડામાં રહેતા અને પાલનપુરના સ્વસ્તિક શૈક્ષણિક સંકુલમાં ધો.૧૨ સામાન્યપ્રવાહમાં અભ્યાસ કરતાં ખેડુતપુત્ર વિદ્યાર્થી ડાકા ઝીલ 92.86%, A1 ગ્રેડ સાથે પ્રથમ નંબરે, બીજા નંબરે આયુષી ચૌધરી 99.25 P.R, ત્રીજા નંબરે ઉન્નતિ રાવલ 99.18 P.R, ચોથા નંબરે જીગર ગજ્જર 99.10 P.R, પાંચમા નંબરે પ્રિન્સ પ્રજાપતિ 99.01 P.R મેળવી શાળાનું અને જિલ્લા નું નામ રોશન કર્યું હતું. તેમજ શાળામાં 80% થી વધુ 20 બાળકો અને 90 P.R થી વધુ 53 બાળકો આવેલ છે. તદઉપરાંત, અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ દ્વારા દૈનિક રૂ. 3/- માં C.A ફાઉન્ડેશન કોર્ષ પણ શરૂ કરેલ છે. સ્વસ્તિક શૈક્ષણિક સંકુલનીમાં સારું પરિણામ આવવાનું કારણ અનુભવી શિક્ષકો અને મેનેજમેન્ટ ની સીધી દેખરેખ આજે ફરી રંગ લાવી છે. આ પ્રસંગે મંડળના પ્રમુખ રમેશભાઇ પટેલે શાળાના ડાયરેક્ટર મહેન્દ્રભાઇ પંચાલ,શાળાના આચાર્ય મણિભાઇ સુથાર,તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓને અભિનંદન સાથે પ્રગતિની શુભકામનાઓ પાઠવી હતી.

Back to top button
error: Content is protected !!