IDARSABARKANTHA

વડ વનમાં દેશી ટપક પદ્ધતિથી વૃક્ષના મૂળ પાસે માટીના માટલા અને પક્ષીઓ માટે ચબુતરાની વ્યવસ્થા કરાઈ

વડ વનમાં દેશી ટપક પદ્ધતિથી વૃક્ષના મૂળ પાસે માટીના માટલા અને પક્ષીઓ માટે ચબુતરાની વ્યવસ્થા કરાઈ

***

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી ના ભાગરૂપે ભારતના રાષ્ટ્રીય વૃક્ષ અને સેંકડો વર્ષો સુધી જીવંત રહેનારા વડના વૃક્ષોનું ૭૫ સ્થળોએ વાવેતર કરી ૭૫ નમો વડ વનનું નિર્માણ કરવાનો સરકારે ભાગીરથ નિર્ણય કર્યો છે. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં વન વિભાગ દ્વારા ઇડરના સપ્તેશ્વર મંદિર અને રાણી તળાવ ખાતે “નમો વડ વન” અંતર્ગત ૧૫૦ જેટલા વડની જાળણી કરવામાં આવી રહી છે. પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા વડના વૃક્ષ નો આપણા પુરાણોમાં પણ મહત્વપૂર્ણ ઉલ્લેખ છે. એટલું જ નહિ,વટવૃક્ષની ઉપયોગિતા અને માનવ જીવનમાં તેના ઉપકારને પરિણામે વડને રાષ્ટ્રીય વૃક્ષ ગણવામાં આવ્યું છે.

પૃથ્વી ઉપર સમગ્ર જીવસૃષ્ટિનું અસ્તિત્વ જેના પર નિર્ભર છે, તેવા વૃક્ષો, વનો અને વનસ્પતિઓના જતનની પ્રથા આપણી સંસ્કૃતિમાં વણાયેલી છે તેથી જ વૃક્ષો-વન્યજીવોની આદિ-અનાદિ કાળથી પૂજા અર્ચના થતી આવી છે

કોરોનાની વિશ્વવ્યાપી મહામારી એ આપણને સ્વચ્છ પ્રાણવાયુ નું મહત્વ સમજાવી દીધુ છે. વધુને વધુ વૃક્ષો વાવીને કુદરતી પ્રાણવાયુ મેળવવા તેમજ વડના વૃક્ષ જેવા અક્ષય વૃક્ષથી સ્વચ્છ કુદરતી ઓક્સિજન પ્રાપ્ત કરવા આ વન મહોત્સવો અને હરિયાળી ક્રાંતિ ઉપયુકત બન્યા છે.
જિલ્લામાં નિર્માણ થયેલ નમો વડ વનમાં દરેક વડના મૂળ પાસે માટીના માટલામાં છેદ કરીને દેશી ટપક પદ્ધતિ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. વધુમાં આ વડ વનમાં પક્ષીઓ માટે ચણ ચણવા માટે ચબુતરાની પણ વ્યવસ્થા કરાઈ છે.

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને પ્રિય એવા વડના વૃક્ષોના ‘નમો વડ વન’ રાજ્યમાં ઉભા કરવાના પર્યાવરણ પ્રિય હેતુસર મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરમાં વડ વૃક્ષ વાવીને આ અભિયાનની રાજ્યવ્યાપી શરૂઆત કરાવી હતી.“નમો વડ વન’ અન્વયે રાજ્યના તમામ જિલ્લાઓમાં નમો વડ વનનું નિર્માણ કરવામાં આવ્યું છે.જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં રાણી રળાવ ઇડર અને સપ્તેશ્વર મંદિર ખાતે વડ વન આકાર પામી રહ્યું છે.

વર્તમાન સમયમાં ગ્લોબલ વોર્મિંગના પડકારો સામે માનવ સમાજ સહિત સમગ્ર જીવસૃષ્ટિ ઝઝૂમી રહી છે.આવા વિપરીત સમયમાં વન સાથે જન જોડી વધુને વધુ વૃક્ષારોપણ થકી ગ્રીન કવર વધારી પર્યાવરણ શુદ્ધિ,સ્વચ્છ કુદરતી ઓક્સિજન મળી રહે તે દિશામાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.‘નમો વડ વન’ અન્વયે ઉભા થનારા વનો આવનારી પેઢીઓ માટે પર્યાવરણ સુરક્ષ અને સ્વચ્છ વાયુ ની દેન આપનારા બનશે.

જયંતિ પરમાર સાબરકાંઠા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!