SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર શહેરની ગોકુળ હોટલ નજીક LCB પોલીસ દ્વારા 176 ગ્રામ MD ડ્રગ્સ ઝડપાયું,

તા.01/06/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

રૂ.17,60,000 તથા મોબાઇલ નં.5 કિ.રૂ.20,500 સહિત કુલ રૂ.17,81,500 ના મુદ્દામાલ સાથે 3 આરોપી ઝડપાયા.

સુરેન્દ્રનગર ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરી એલસીબી ટીમ દ્વારા બાતમી મેળવી કે લોરેન્સ બીશ્રોઈ ગેંગના સાગરીતો, અક્ષય રામકુમાર ડેલુ તથા અંકિત વિષ્ણુરામ બીશ્રોઈ બંને ખેરપુર પંજાબ, વિક્રમસિંહ બળવંતસિંહ જાડેજા કચ્છ નાઓ ગોકુળ હોટલ નજીક શિવસંગાથ હિલ્સ નામના એપાર્ટમેન્ટમાં ફ્લેટ નં.બી 104 માં આશરો મેળવેલ છે અને તેઓ ઘણા ગુનામાં વોન્ટેડ છે તેઓ પાસે નારકોટીસનો જથ્થો પણ છે જે બાતમી આધારે એલસીબી ટીમના પીઆઇ વી વી ત્રિવેદી પેરોલ ફર્લો સ્કોડના પીએસઆઇ સી એ એરવાડીયા, એલસીબી એસઓજીના એએસઆઈ જુવાનસિંહ, ઋતુરાજસિંહ, વાજસુરભા ભુપેન્દ્રકુમાર સહિત સમગ્ર ટીમ દ્વારા પૂરતી તૈયારી સાથે વાતની વાળી જગ્યાએ રેડ કરતા ત્રણ આરોપીઓને પોતાના કબજા ભોગવટાના માથી ગેરકાયદેસર પાસ પરમીટ વગર મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો કુલ વજન 176 ગ્રામ કિ.રૂ.17,60,000 તથા મોબાઇલ નં.5 કિ.રૂ.20,500 એમ કુલ મળીને કિ.રૂ.17,81,500 ના મુદ્દામાલ સાથે રેડ દરમિયાન પકડાઈ જાય ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ હોય તમામ મુદ્દામાલ કબજે કરી ત્રણે ઇસમો વિરુદ્ધ સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ એસઓજી પોલીસ એસઓજી ના પીઆઇ એસ એમ જાડેજા ચલાવી રહેલ છે. મજગુર આરોપીઓની પૂછપરછ કરતા પોતે લોરેન્સ બીશ્રોઈ ગેંગ સાથે સંલગ્ન રહી આરોપી, અક્ષય રામકુમાર ડેલુ જાતે બીશ્રોઈ, અંકિત વિષ્ણુ રામ કાંકકડ જાતે બીશ્રોઈ રહે બંને ખેરપુર ફાજી લંકા પંજાબ વાળાઓ આજથી આશરે બે મહિના લોરેન્સ બીશ્રોઈના ભાઈ અનમોલ બીશ્રોઈ દ્વારા રાજસ્થાન રાજ્યના જૈન ઈસમ પાસે 50 લાખની ખંડણી માંગેલ તે અંગે શ્રીગંગાનગર પોલીસ સ્ટેશનમા ખંડણી અંગેનો ગુનો નોંધાયેલ જે ગુના કામે વોન્ટેડ હોવાની તથા આરોપી ત્રણ વિક્રમસિંહ બળવંતસિંહ જાડેજા રહે વાંકુ કચ્છ ભુજ વાળા ની પૂછપરછ કરતા પોતે સને 2017 માં કચ્છ જિલ્લાના જખૌ પોલીસ સ્ટેશનમાં ખૂન કેસને અંજામ આપેલ જે ગુનામાં નામ.કોર્ટ દ્વારા આજીવન કેદની સજા કરવામાં આવેલ જે અંગે રાજકોટ મધ્યસ્થ જેલમાં સજા કાપતો હોય દિન 10 ની પેરોલ રજા બાદ તા.13/02/2023 થી પેરોલ જમ્પ કરેલ છે એવી કબૂરત આપેલ છે. મજકુર ઇસમો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો કોની પાસેથી લાવેલ? કોને આપવાનો હતો? ગુનામાં અન્ય કોણ કોણ સંડોવાયેલ છે? સહિત બાબતે ચોક્કસ હકીકત મજકુર આરોપીઓની ઊંડાણપૂર્વક પૂછપરછ ચાલુ છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!