BANASKANTHAPALANPUR

જયપુર ખાતે યોજાયેલ ત્રીજી IMAS વર્લ્ડ કરાટે ચેમ્પિયનશીપ માં રોટરી ક્લબ ઓફ પાલનપુર કરાટે ટીમ ચેમ્પિયન ફરી એક વાર ઇન્ટરનેશનલ કક્ષા એ રોટરી ક્લબ ઓફ પાલનપુર નું નામ ગુંજતું કર્યુ

1 જૂન વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

તારીખ 27 અને 28 મે 2023 ના રોજ ભારતીય માર્શલ આર્ટ દ્વારા જયપુર ખાતે ત્રીજી IMAS વર્લ્ડ કરાટે ચેમ્પિયનશિપ નુ આયોજન થયેલ. કરાટે કોચ શ્રી સેન્સેઈ કલ્પેશ સોલંકી ની આગેવાની હેઠળ રોટરી ક્લબ ઓફ પાલનપુર ની 8 બાલિકા, 2 ભાઈઓ કુલ 10 ખેલાડીઓએ ભાગ લીધો હતો.એમાં 4 ગોલ્ડ, 1 સિલ્વર, 4 બ્રોન્ઝ મેડલ જીતી ગોલ્ડ મેડલ વિજેતા 1.સૃષ્ટિ માલુના, 2.હેમાંગી માલુના,3.નિરમા ગમાર ,4.વિધ્નેશ પરમાર સિલ્વર મેડલ વિજેતા 1.વૈશાલી હરિભાઈ મહારાજ વૈષ્ણવબ્રોન્ઝ મેડલ વિજેતા 1.આર્યા ગાંધી 2.ક્રિશા સોલંકી 3.ધરતી પરમાર 4.શર્મિલા ડામોર ઈન્ટરનેશનલ લેવલે રોટરી ક્લબ ઓફ પાલનપુર નુ નામ રોશન કરવા બદલ જેના લીધે આ બાલિકાઓ ને આ ફ્રી કરાટે તાલિમ નો લાભ મળ્યો છે એવા સ્ત્રી સશક્તિકરણ પ્રોજેક્ટ ના અધ્યક્ષ Rtn. ડો. અર્પણાબેન ત્રિપાઠી, રોટરી ક્લબ ઓફ પાલનપુર ના પ્રમુખશ્રી Rtn. જીતુભાઈ પટેલ, સેક્રેટરી શ્રી Rtn.યશભાઈ પઢિયાર , અન્ય સભ્યો દ્વારા ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવ્યા. અને બાલિકાઓ વધુમાં વધુ ઉત્તરોતર પ્રગતિ કરે અને દેશ નું નામ રોશન કરે એવી શુભેચ્છાઓ આપવામાં આવી.

Back to top button
error: Content is protected !!