PARDIVALSAD

પારડીમાં કલા-સંગીતના સથવારે નવરંગ ટેલેન્ટ ફેસ્ટીવલમાં ‘‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’’ ના દર્શન થયા

— વિવિધ રાજ્યના કલાકારોને પોતાની કૃતિ રજૂ કરવા માટે રાષ્ટ્રીય કક્ષાનું પ્લેટફોર્મ પુરૂ પાડવામાં આવ્યું

— સિનિયર સિટિઝનોએ સંગીતની રમઝટ બોલાવી તો યુવા કલાકારોએ ડાન્સથી સૌને મંત્રમુગ્ધ કરી દીધા

—  અમારી કોશિશ એ જ છે કે, દરેક કલાકારોના હુનરને ન્યાય મળે અને અનેક પ્રતિભાઓ બહાર આવેઃ શૈલેષભાઈ જૈન 

વલસાડ તા. ૨ જૂન

‘‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’’ના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનને કલા-કૌશલ્ય અને સંગીતના સથવારે ખરા અર્થમાં સાકાર કરવા માટે વલસાડના ડિવાઈન સારથી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નવરંગ ટેલેન્ટ ફેસ્ટીવલ સિઝન-૭ની શાનદાર ઉજવણી વલસાડના પારડી ને.હા. નં. ૪૮ પર સ્થિત મોરારજી દેસાઈ ઓડિટોરીયમમાં થઈ હતી. જેમાં દેશના વિવિધ રાજ્ય જેવા કે, રાજસ્થાન, મહારાષ્ટ્ર, પંજાબ, મધ્યપ્રદેશ, ગોવા, દમણ, વેસ્ટ બંગાલ, તમિલનાડુ અને ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી ઉપસ્થિત રહેલા ૩૦૦ જેટલા કલાકારોએ મંચ પર પોતાની સંસ્કૃતિ અને કલાના ઉત્કૃષ્ટ દર્શન કરાવી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

દરેક હુનર માટે કલાકારોને એક ઈમાનદાર મંચ પૂરો પાડવાના આશય સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં દેશના અલગ અલગ રાજ્યમાંથી આવેલા કલાકારોએ પોતાનું હુનર રજૂ કરી સૌના મન મોહી લીધા હતા. મુંબઈથી આવેલા સ્વસ્તિક ગૃપે સુરની રમઝટ બોલાવી હતી. સિનિયર સિટિઝનોએ અલગ જ અંદાજમાં ફિલ્મી ગીતો સ્ટેજ પરથી ગાઈને સૌને તંદુરસ્ત અને ખુશહાલ જીવનનો સંદેશ આપ્યો હતો. આ સાથે ફેશન શો, ડાન્સિંગ, સિંગિંગ, વારલી પેઈન્ટીંગ, મ્યુઝિક ઈન્સ્ટ્રુમેન્ટ, બેલેન્સીંગ એક્ટ અને એરિયલ એક્ટ રજૂ થયા હતા. વેસ્ટ બંગાલના બેસ્ટ ડાન્સર ફેમ કિશન રાજભર કે જેઓ બોલી અને સાંભળી શકતા નથી તેમણે માત્ર સંગીતના કંપન સાથે તાલ મેળવી જબરજસ્ત પર્ફોમન્સ આપ્યું હતું. સેલવાસની દિવ્યાંગ યુવતી સોનાલી ચૌહાણે એક પગ પર ડાન્સ રજૂ કરી સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા. આ સિવાય વલસાડ રેલવેના લોકો પાયલોટ યશવંત કાકરનએ તલવાર અને નાનકડી થાળીની ધાર પર માથે નવ ઘડા મુકી રાજસ્થાની સંસ્કૃતિનું ઓળખ સમુ નૃત્ય રજૂ કરતા લોકોએ તાળીના ગડગડાટથી તેમને વધાવી લીધા હતા. દરેક કલાકારોએ પોતાના હુનરથી લોકોને મોહિત કર્યા હતા.

નવરંગ ટેલેન્ટ ફેસ્ટીવલના સંયોજક શૈલષભાઈ જૈનએ જણાવ્યું કે, આ સિઝનમાં દરેક સ્પર્ધકે પોતાનું ટેલેન્ટ બતાવ્યું હતું. વલસાડ જેવા નાના શહેરમાં નેશનલ કક્ષાનું પ્લેટફોર્મ પુરૂ પાડવામાં સફળતા મળી તેમાં દરેક કલાકારો અને ટીમનું મહત્વનું યોગદાન છે. અમારી આ કોશિશ દર વર્ષે રહેશે અને દરેક હુનરને ન્યાય મળે એ જ અમારુ લક્ષ્ય છે. દેશભરના કલાકારોના હુનરે આ કાર્યક્રમને ઐતિહાસિક બનાવ્યો હતો.

આ પ્રોજેક્ટમાં પરમાર પરિવાર, બિમલભાઈ શાહ, છાયાબેન, નિંરજનભાઈ, બીનાબેન, પ્રિતીબેન સોનગ્રા અને દરેક ટેક્નિકલ સ્ટાફ અને જજીસ સાથે મળીને આ પ્રોજેક્ટને સફળતા અપાવી હતી. જ્યારે નિલેશ નિકુલીયા, ડો. જિતેશ રાઉત, વિનોદ પટેલ, પરમાર પરિવાર મુંબઈ, સ્વસ્તિક ગૃપ મુંબઈ, સોહન પરમાર- પુને, પ્રકાશ પરમાર- પુને, બરસી બાઈ- મુંબઈ, રાકેશ જૈન- મુંબઈ, નરેન્દ્ર પરમાર- કલ્યાણ, સંજય પરમાર- રાજસ્થાન, પ્રમોદ જોશી- ગોવા, સંજય સોનલ કર અને ઓમ સાંઈ મ્યુઝિકલ ગૃપ આહવા ડાંગની ટીમે કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!