CHIKHLINAVSARI

વિદ્યાર્થીઓ તથા શિક્ષકો ના જીવ ના જોખમે ચાલતી ગુરુકુળ વિદ્યાલય ની માન્યતા રદ કરવા ગાંધીનગર રિપોર્ટ કરાયો.

સબ…
નવસારી જિલ્લાના વાંસદા ખાતે આવેલ ગુરુકુળ વિદ્યાલયની માન્યતા રદ કરવા રિપોર્ટ તો કરાયો પણ રદ ક્યારે થશે?

વાત્સલ્યમ્ સમાચાર
અંબાલાલ પટેલ ચીખલી

નવસારી જિલ્લા માં આવેલ વાંસદા તાલુકાના ના રાણી ફળિયા ગામે જીવ ના જોખમે ચાલતી ગુરુકુળ વિદ્યાલય ની માન્યતા રદ કરવા માટે જિલ્લા શિક્ષણઅધિકારી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણઅધિકારી એ ગાંધીનગર શિક્ષણ બોર્ડ ને રિપોર્ટ સુપરત કર્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ વાંસદા તાલુકાના રાણી ફળિયા ગામે સરકારી નિયમો ને નેવે મૂકીને ગુરુકુળ વિદ્યાલય નામક સ્કૂલ ચાલી રહી છે.જ્યારે સ્કૂલ ના મધ્ય માંથી ખૂબ ઘાતક હાઇ ટેન્શન ઇલેક્ટ્રિક વાયર પસાર થઈ રહ્યા છે.જ્યારે આ સ્કૂલ નું મકાન બનેલ છે.તો ક્યાં ધારા ધોરણ થી જમીન નોન એગ્રિકલ્ચર કરેલ છે એ પણ એક ચર્ચા નો વિષય છે. ત્યારે ઘણા વર્ષો થી આ સ્કૂલ આજ રીતે જીવ ના જોખમે ચાલી રહી છે. ત્યારે આ બાબત તંત્ર ના અધિકારીઓ અને વહિવટી વિભાગ કોઈ મોટો બનાવ બનવા ની રાહ જોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. હાલ આ સ્કૂલ ને RTE રાઇટ ટુ એજ્યુકેશન માંથી બાદબાકી કરવામાં આવી છે. જ્યારે હાલ થોડાં સમય પહેલાં સ્કૂલ ની માન્યતા રદ કરવા રિપોર્ટ પણ કરી દેવામાં આવ્યો છે.ત્યારે હાલ ગુજરાતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ નું પરીણામ પણ આવી ગયું છે.ત્યારે નવા સત્ર ની શરૂવાત થવા જઈ રહી છે.આ શાળાની માન્યતા રદ કરવા માટે રિપોર્ટ થયો હોય.તો સવાલ એ ઉદભવે છે કે શું નવા સત્ર માં આ શાળા ચાલું રહેશે કે કેમ? ત્યારે હાલ આ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ ચિંતા માં જોવા મળી રહ્યાં હોય એમ પ્રતિત થઈ રહ્યું છે.ત્યારે આવનારાં દિવસોમાં વાલી ઓ પોતાના બાળકો ના ઉજ્જવળ ભવિષ્ય માટે બીજી વૈકલ્પિક સ્કૂલ ની વ્યવસ્થા કરવા મજબૂર બનશે કે કેમ? કે પછી આ શાળા નવા વર્ષ વર્ષના નવ સત્ર માં ચાલું રહેશે? ત્યારે આવનારાં દિવસોમાં આ બાબત જોવી રહી.

બોક્સ:૧
નવસારી જિલ્લામાં આવેલ અલગ અલગ પ્રાઇવેટ સંસ્થાઓ એજ્યુકેશન નામની દુકાનો લઈ ને બેઠાં છે. ત્યારે એવી અનેક સંસ્થા દ્વારા શૈક્ષણિક કાર્ય માટે પરવાનગી મેળવી હોય છે. જેની તલ સ્પર્શે તપાસ હાથ ધરવામાં આવે એ હાલ જરૂરી જણાય રહ્યું છે.

બોક્સ:૨
નવસારી જિલ્લામાં આવેલ શૈક્ષણિક કાર્ય માટે ની પ્રાઇવેટ સંસ્થાઓ ના મકાનો ની તપાસ જરૂરી.જ્યારે આવી શાળાઓના રમત ગમત ના મેદાનો ની તપાસ કરવી જરૂરી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!