IDARSABARKANTHA

ઈડર તાલુકાની નેત્રામલી ગ્રુપ ગામ પંચાયત સરપંચ તેમજ સભ્યોની અથાગ પ્રયત્નો થકી ગામના વિકાસને નવી હરોળ મળી

ઈડર…

ઈડર તાલુકાની નેત્રામલી ગ્રુપ ગામ પંચાયત સરપંચ તેમજ સભ્યોની અથાગ પ્રયત્નો થકી ગામના વિકાસને નવી હરોળ મડી છે.. ગામમા પાણી, રોડ, રસ્તા સહિતના વિકાસ કાર્યોમાં ગામ પંચાયત અગ્રેસર રહેતાં રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા તેમજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા છે.. ગામને રાજ્ય તેમજ રાષ્ટ્રીય સ્તરે આગળ ધપાવનાર સરપંચ સાથેની ખાસ મુલાકાત…

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાની નેત્રામલી ગ્રુપ ગ્રામ પંચાયતમાં વર્ષ ૨૦૧૨ માં ચૂંટણી લડેલા મહીલા સરપંચ તેમજ સભ્યોના અથાગ પ્રયત્નો થકી ગામના વિકાસને નવો વેગ મળ્યો છે ગામમાં આશરે પંદર વર્ષ પહેલાં પીવા માટે તેમજ વપરાશ માટે પાણીનો કોઈ વિકલ્પ ન હતો.. જેને ધ્યાનમાં રાખી પંચાયતમાં સરપંચ કે પછી સભ્ય ન હોવા છતાંય ગામનાં એક જાગૃત નાગરિક તરીકે નિલેશભાઈ પટેલે પોતાનાં તેમજ સ્વજનો અને ગ્રામજનોનાં કૂવામાંથી જેને ત્યાં પાણીનો સોર્સ હતો તેના કૂવા માંથી પાણી માટે સ્વખર્ચે પાઈપ લાઈન નાખી તેમજ સેવાસંઘ મારફતે બોર કરાવી ગ્રામજનોને અવિરત પાણીનો પ્રવાહ મળી રહે તેવાં અથાગ પ્રયત્નો કરવામાં આવ્યા હતા…જ્યારે પોતે કોઈપણ પ્રકારની જવાબદારી પર ન હોવા છતાંય કામ કરતા હોવાને લઈ ગ્રામજનોએ નિલેશભાઈ પટેલને સરપંચની ચુંટણી લડવા તૈયાર કર્યાં હતાં અને ચૂંટણીમાં જંગી બહુમતીથી વિજયી બની વર્ષ ૨૦૧૨માં તેઓએ નેત્રામલી ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચની કમાન સંભાળી હતી ગ્રામજનો દ્વારા મુકવામાં આવેલ વિશ્વાસ પર સરપંચની કમાન સંભાળી ગામના વિકાસ કાર્યોમાં વિકાસને ગતિ મળતા ગ્રામજનોએ ફરી એકવાર સરપંચને વિજયી બનાવવા માટે તત્પર રહ્યા હતા.. જ્યારે પંચાયતમાં મહીલા સીટ આવતાં ભારે બહુમતી સાથે મહિલા સીટ પર સરપંચ તરીકે નિલેશભાઈ પટેલનાં ધર્મ પત્ની પદમાબેન પટેલને વિજયી બનાવ્યા હતા… ત્યારે તેમના કાર્યકાળ દરમિયાન ગામને વિકાસની હરોળમાં વિવિઘ સ્થળો પર આગવુ સ્થાન પ્રાપ્ત થયું હતું ત્યારે બીજી ટર્મ મહીલા સીટ પર પદમાબેન પટેલને સરપંચની કમાન યથાવત રાખવા ગ્રામજનોએ સમરસ પંચાયત બનાવી સતત ત્રીજી ટર્મમાં નિલેશભાઈ પટેલને ગામને હજું આગળ ધપાવવા ગ્રામજનોએ જવાબદારીઓ સોંપી હતી.. પંદર વર્ષમાં પહેલા કરતા પંદર વર્ષ પછી ગામમાં વિકાસને આગવી ઓળખ ઉભી થઈ છે ગામમા આવતી વિવિઘ કામોની ગ્રાન્ટનો યોગ્ય વપરાશ થાય તેને લઈ સભ્યો તેમજ પંચાયત કટિબદ્ધ હોય છે…

જો આપણે અગાઉની વાત કરીએ તો નેત્રામલી ગામ પાસેથી પસાર થતાં સ્ટેટ હાઈવે પર રોડની બંને બાજુ ઉકેડા હતા.. જે ગામની સાફ-સફાઈ તેમજ સ્વરછતા સામે વધુ નડતર રૂપ સાબિત થતું હતું ત્યારે ગામને સ્વરછ તેમજ સુંદર બનાવતા પહેલા ગામની આજુબાજુ તેમજ જાહેર રસ્તા પર ઉકેડા અને થતી ગંદકીને સાફ કરવાનું શરૂ કર્યુ હતું.. ગામમાં જાહેર સ્થળો પર બાળકો માટે બાલ-વાટિકા બનાવાઈ છે જ્યાં બાળકો સવારે સાંજે શાળાએથી છૂટયા પછી તેમજ રજાના સમયે હરવા ફરવા માટે ગામનાં વૃદ્ધ માણસો બાળકો સાથે પોતાનો સમય વિતાવતા હોય છે.. ઉનાળાની કાળઝાળ ગરમીમાં અનેક ગામમા પાણીની અછત જોવા મળતી હોય છે જૉકે નેત્રામલી ગ્રુપ ગામ પંચાયત વિસ્તારમા પાણીની અછત જોવા મળતી નથી તેમજ છેલ્લાં કેટલાંક વર્ષોથી આજદિન સુધી પંચાયતમાં પાણીની કોઈપણ ફરિયાદ આવી નથી… પોતાનાં કાર્યકાળ દરમિયાન કરેલા કામોની પંચાયત તેમજ ગ્રામજનો દ્રારા ધારાસભ્ય,સાંસદ, અને એ.ટિ.વિ.ટીમાં વિકાસની ગાથાને આગળ ધપાવવા રજૂઆતો કરવામાં આવતી હોય છે.. તેમજ તાલુકા પંચાયત,જીલ્લા પંચાયત અને રાજ્ય સરકાર દ્વારા પંચાયતોને મળતી એકપણ ગ્રાન્ટ બાકી રાખી નથી જેથી કરિને ગામનાં વિકાસમાં કોઈપણ પ્રકારની રુકાવટ આવે તેવું આજદીન સુધી બન્યું નથી…પંચાયતે ગ્રામજનો તેમજ પંચાયતમાં વિકાસના કામો કર્યાં છે જેમાં સરકારે પંચાયતમાં થયેલા વિકાસ કાર્યોને ધ્યાને લઈ પંચાયતને રાષ્ટ્રીય તેમજ અન્ય એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવી છે… જેમા નેત્રામલી ગ્રુપ ગ્રામ પંચાયતને પંડિત દીનદયાળ ઉપાધ્યાય,પંચાયત શસ્કતિકરણ,રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા,શ્રેષ્ઠ ગામ અસ્મિતા સરપંચ પુરસ્કાર જેવા અન્ય વિવિઘ પુરસ્કારો રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા એનાયત કરવામાં આવ્યા છે.. જેમાં પંચાયતને હાલ ઈડર તાલુકા, જીલ્લા સહિત ગુજરાત રાજ્યમાં વિકાસ મોડલ અને ગ્રાન્ટોમાં મોખરું સ્થાન પ્રાપ્ત કર્યું છે ત્યારે નેત્રામલી પંચાયત પાસેથી અન્ય પંચાયતો શીખ લે તે અત્યંત જરૂરી બની રહ્યું છે…

 

નેત્રામલી ગ્રુપ પંચાયત વિસ્તારમા છેલ્લા પંદર વર્ષથી સરપંચ તેમજ સભ્યોની અર્થાગ મહેનત થકી વિકાસને વેગ મળ્યો છે.. સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં પ્રથમ સ્થાને પહોંચીલી ગામ પંચાયત સભ્યો તેમજ ગ્રામજનો પોતે આનંદ લાગણી અનુભવી રહ્યા છે.. પંચાયત તાલુકા, જીલ્લા રાજ્ય તેમજ રાષ્ટ્રિય સ્તરે પોતાની આગવી ઓળખ ઉભી કરી ગામનું નામ શિખરે પહોડનાર સરપંચ, તલાટી કમ મંત્રી, પંચાયતમાં વિજયી બનેલ સભ્યો તેમજ ગ્રામજનો ની અર્થાગ મહેનત થકી ગામને વિકાસની હરોડમાં આગવુ સ્થાન પ્રાપ્ત થયું છે.. તેમજ ગામ પંચાયત ને ગુજરાત રાજ્ય તેમજ રાષ્ટ્રિય પુરસ્કાર વિજેતા પુરસ્કાર એનાયત થયાં છે.. જેણે કારણે હાલ સમગ્ર સાબરકાંઠા જિલ્લા તેમજ ઈડર તાલુકામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર પ્રથમ પંચાયત બની છે…

રિપોર્ટર:- જયંતિ પરમાર સાબરકાંઠા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!