BANASKANTHAPALANPUR

રિહેન એચ.મહેતા વિદ્યાલય, માંકડી નુ ગૌરવ

2 જૂન વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લા ના દાંતા તાલુકાના અંતરિયાળ અને આદિજાતિ વિસ્તારમાં આવેલી એક જીવંત શાળા એટલે રિહેન એચ.મહેતા વિદ્યાલય. શાળામાં 2019 થી ફરજ બજાવતા ઇનોવેટિવ આચાર્ય શ્રી ડૉ.રાકેશ કે.પ્રજાપતિ ને સંસ્કૃતિ આર્ટ ફાઉન્ડેશન,પાલનપુર અને ફિલ્મ ફેમ મેગેઝિન ના સંયુક્ત ઉપક્રમે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ ફેમ ડૉ, હાથી (નિર્મલ સોની )ના હસ્તે બનાસકાંઠા નો શ્રેષ્ઠ “ગુજરાતી ગૌરવ એવોર્ડ “પ્રાપ્ત થયો છે..જે શાળા માટે અત્યંત ગૌરવરૂપ છે. તેમની શાળામાં શૈક્ષણિક પ્રવૃત્તિઓની સાથે સાથે વિદ્યાર્થીઓમાં રહેલ સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે વિવિધ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ અને ઇનોવેટિવ પ્રવૃત્તિઓ સતત ધમધમતી રહે છે… આ ઉપરાંત શાળામાં વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની આર્થિક મુશ્કેલીનો સામનો કરવો ન પડે તે માટે તેઓ વિવિધ દાતાઓને પણ શાળામાં હંમેશા લાવતા રહે છે… દાતાઓની મદદથી શાળામાં વિનામૂલ્ય સેનેટરી પેડ વિતરણ, વિનામૂલ્ય નોટબુક વિતરણ, કપડા વિતરણ, અત્યંત આધુનિક કોમ્પ્યુટર લેબ તેમજ બનાસકાંઠા જિલ્લાની સર્વપ્રથમ વાહ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરની આધુનિક પ્રયોગશાળા શરૂ થઈ ચૂકી છે. આ ઉપરાંત ચાલુ સાલે ધોરણ 10 નું પરિણામ પણ 82.47% અને ધોરણ 12 નુ પરિણામ 93.55% આવ્યું છે .

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!