IDARSABARKANTHA

સાબરકાંઠા જીલ્લા હોમગાર્ડ્સ કચેરી દ્વારા ઇડર ખાતે એસઆઇ એચ. ટી વાઢેરનો શુભેચ્છા અને નિવૃતિ સમારંભ યોજાયો

સાબરકાંઠા જીલ્લા હોમગાર્ડ્સ કચેરી દ્વારા ઇડર ખાતે એસઆઇ એચ. ટી વાઢેરનો શુભેચ્છા અને નિવૃતિ સમારંભ યોજાયો

ઇડર ખાતે સાબરકાંઠા જીલ્લા હોમગાર્ડ્સ કચેરી દ્રારા ઇડર નગરપાલિકા ટાઉનહોલ ખાતે જીલ્લા હોમગાર્ડ્સ કચેરીના સબ ઇન્સ્પેક્ટર એચ. ટી. વાઢેર અને નિવૃત્ત થતા ત્રણ હોમગાર્ડ જવાનોનો શુભેચ્છા અને વિદાય સમારંભ યોજાયો હતો કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ઇડર નાગરિક બેંકના પૂર્વ મેનેજર અને ગાંધીનગર સંઘ સરચાલક પ્રકાશભાઈ પરમારએ હાજરી આપી હતી કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામા આવી હતી જીલ્લા હોમગાર્ડ્સ કમાન્ડન્ટ કિરણભાઈ પરમાર દ્રારા ઉપસ્થિત મહેમાનોનુ શબ્દોથી સ્વાગત કરવામા આવ્યુ હતુ શ્રીમતી પદમાબેન દ્રારા સન્માનપત્રનુ વાંચન કરવામા આવ્યુ હતુ નિવૃત્ત થઈ રહેલા એસઆઇ એચ. ટી. વાઢેરનુ કાર્યક્રમના અધ્યક્ષ દ્વારા સન્માનપત્ર આપી શાલ ઓઢાડી બહુમાન કરવામા આવ્યુ હતુ જીલ્લા હોમગાર્ડ્સ કમાન્ડન્ટ કિરણભાઈ પરમાર દ્રારા ગિફ્ટ , શ્રીફળ આપવામા આવ્યા હતા વયનિવૃત્ત થતા અઘિકારી એચ. ટી વાઢેરે પોતાનો પ્રતિભાવ આપ્યો હતો સમારંભ અધ્યક્ષ, જીલ્લા કમાન્ડન્ટ ઉપસ્થિત મહેમાનોએ અઘિકારી એચ. ટી વાઢેરની સેવાઓને બિરદાવી હતી અને આગળનુ જીવન પ્રવૃત્તિમય અને તંદુરસ્ત રીતે પસાર થાય તેવી શુભકામનાઓ પાઠવી હતી આ કાર્યક્રમમા જીલ્લાના તલોદ, પ્રાંતિજ, વિજયનગર, લાંબડીયા, પોશીના વડાલી, ખેડબ્રહ્મા, ઇલોલ, જાદર, બડોલી, ઉમેદગઢ સહિત સમગ્ર જિલ્લામાથી ઓફિસર કમાન્ડિંગ, એનસીઓ અને મહિલા અને પુરુષ હોમગાર્ડ જવાનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સીનીયર ઓફિસર હોમગાડ્સ કચેરી અમદાવાદ ડી.પી.નાયક, ગાંધીનગર જીલ્લા કમાન્ડન્ટ વિષ્ણુભાઈ પ્રજાપતિ, સાબરકાંઠા ભાજપા પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના, ઇડર ભાજપા પ્રમુખ કેશુભાઈ રબારી, મહામંત્રી કુલદીપસિંહ જાડેજા, પિયુષ દવે, આરએસએસના જયંતીભાઈ નાયી,જે.બી. દવે, પ્રદીપ વોરા, ભાજપા અગ્રણી નટુભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા

જયંતિ પરમાર સાબરકાંઠા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!