NAVSARI

નવસારી કુંકણા સમાજની ૨૩મી વાર્ષિક સામાન્ય સભા રાજ્યપાલ મંગુભાઇ પટેલની ઉપસ્થિતીમાં યોજાઇ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી કોઇપણ સમાજની સેવા ભગવાનની સેવા બરાબર છે.
મધ્યપ્રદેશના મહામહિમ રાજયપાલ શ્રી મંગુભાઇ પટેલ નવસારી કાલિયાવાડી ખાતે આવેલી કુંકણા (કુન્બી) જ્ઞાતિપંચના સુખી ભવન ખાતે કુંકણા સમાજનો ૨૩ માં વાર્ષિક સામાન્ય સભા મધ્યપ્રદેશના મહામહિમ રાજયપાલ શ્રી મંગુભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ અવસરે નવસારી ધારાસભ્ય શ્રી રાકેશભાઇ દેસાઇ,  જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભુરાભાઇ શાહ ઉપસ્થિત રહયાં હતાં.
આ પ્રસંગે મધ્યપ્રદેશના મહામહિમ રાજયપાલ શ્રી મંગુભાઇ પટેલે કુંકણા સમાજનો ૨૩ માં વાર્ષિક સમારોહ અવસરે સમાજને સંગઠિત કરનાર તમામનો ઋણ સ્વીકાર કર્યો હતો. સમાજમાં સામાજીક કુરિવાજો, વ્યસનની બદીઓ દૂર કરી આદર્શ સમાજનું ઘડતર કરી, કુંકણા સમાજને અન્ય સમાજની હરોળમાં લઇ જવા સંકલ્પબધ્ધ થવા અનુરોધ કર્યો હતો. સમાજનો કોઇપણ બાળક શિક્ષણથી વંચિત ન રહેવો જોઇએ. કોઇપણ સમાજની સેવા ભગવાનની સેવા બરાબર છે તેમ જણાવી કુંકણા જ્ઞાતિપંચના આગેવાનોને સમાજમાં સૌને સાથે રાખી મજબૂત સંગઠન બનાવવા જણાવ્યું હતું.   રાજયપાલશ્રીએ શિક્ષણ પર વિશેષ ભાર મૂકતા જણાવ્યું હતું કે, પ્રગતિની પારાશીશી શિક્ષણ છે.
વાર્ષિક સમારોહમાં  કુંકણા સમાજના પ્રમુખ શ્રી રમેશભાઇ દેશમુખ, સુરત કુંકણા સમાજના પ્રમુખ શ્રી બિપિનભાઇ તેમજ સમસ્ત જ્ઞાતિપંચના પ્રમુખ શ્રી નાનુભાઇ પટેલે કુંકણા સમાજને અન્ય સમાજની હરોળમાં લઇ જવા, સમાજમાંથી કુરિવાજો દૂર કરવા, શિક્ષણને પ્રાધાન્ય આપવું, સમાજને સંગઠિત કરવા જેવા સમાજોપયોગી માર્ગદર્શન આપ્યું હતું.
વાર્ષિક સમારોહમાં જુ.કે.જી. લઇ ઉચ્ચતર શિક્ષણ મેળવેલા તેમજ પરીક્ષામાં પ્રથમ, દ્વિતિય અને તૃતીયક્રમે ઉત્તીર્ણ થયેલા તેજસ્વી વિદ્યાર્થીઓને રાજયપાલશ્રી તથા મહાનુભાવોના હસ્તે ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કર્યા હતાં. આ કાર્યક્રમમાં બાળકોએ બેટી બચાવો- બેટી પઢાવો, પાણી બચાવો, પર્યાવરણ બચાવો જેવી વિવિધ કૃતિઓ રજૂ કરી હતી.
આ પ્રસંગે નવસારીના અગ્રણી શ્રી માધુભાઇ કથીરીયા, શ્રી પ્રેમચંદભાઇ લાલવાણી, શ્રી હરીશ મંગલાણી, શ્રી કરસનભાઇ ટીલવા,  શ્રી પિયુષભાઇ પટેલ, શ્રીમતી નર્મદાબેન પટેલ, નીલાબેન દેશમુખ, શ્રી દિપેશ પટેલ, ભુમિકાબેન કુન્બી, શ્રી પ્રકાશભાઇ દેશમુખ, શ્રી અશોકભાઇ ચોટલીયા,  કુંકણા સમાજના સુરત, વલસાડ,ચીખલી, બીલીમોરા ના અગ્રણીઓ, જ્ઞાતિપંચના હોદે્દારો, વિદ્યાર્થીઓ, વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયાં હતાં.                

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!