SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

વઢવાણ ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે વઢવાણ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

તા.05/06/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, પ્રાદેશિક કચેરી સુરેન્દ્રનગર અને વઢવાણ ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન ના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પર્યાવરણ દિવસની ઊજવણીના ભાગરૂપે આજરોજ વઢવાણ ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન ની કચેરી ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો આ તકે એસોસીએશન નાં કાર્યકારિણી સમિતિના સભ્યો તેમજ જી.આઇ.ડી.સીના વિવિધ એકમોના પ્રતિનિધીઓએ ફેકટરી પ્રિમાઇસીસની ફરતે કોરીડોરમાં વૃક્ષારોપણ કર્યું હતું આ ઉપરાંત જી.આઇ.ડી.સી.માં આવેલ મેપ્રો ફાર્માસ્યુટીકલ કંપની તથા સવા હેલ્થકેર પ્રા.લી. દ્વારા કંપનીના કર્મચારીઓ માટે ‘એનર્જી સેવીંગ’,’પ્લાસ્ટીક પ્રદૂષણ દૈત્યને મ્હાત કરીએ’ જેવા વિષયો પર ચિત્ર સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું હતું પાટડી તાલુકાના ઘાસપુર ખાતે આવેલ ઇકો કેર ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રા. લી. કંપની તથા એવરેસ્ટ સ્ટાર્ચ કંપની દ્વારા પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું એવરેસ્ટ સ્ટાર્ચ કંપની દ્વારા ગ્રામજનોને રોપાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું વિશેષ લાઇફ મિશન કાર્યક્રમ અંતર્ગત છેલ્લા એક મહિનાની અંદર સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ ઔદ્યોગિક એકમો દ્વારા પર્યાવરણીય જાગૃત્તિ અભિયાનના ભાગરૂપે પ્લાસ્ટિક વેસ્ટ કલેકશન, સ્વચ્છતા અભિયાન, એનર્જી સેવીંગ અંગે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!