KHERGAMNAVSARI

ખેરગામ ગ્રામ પંચાયતમા ચાલુ ગામસભા દરમિયાન તાલુકા વિકાસ અધિકારીશ્રી કેમ જતાં રહ્યા? લોકોમાં ચર્ચા ખેરગામ ગટરનો પ્રશ્નનો યથાવત

ખેરગામ ગ્રામ પંચાયતમા ચાલુ ગામસભા દરમિયાન તાલુકા વિકાસ અધિકારીશ્રી કેમ જતાં રહ્યા? લોકોમાં ચર્ચા ખેરગામ ગટરનો પ્રશ્નનો યથાવત.

ખેરગામ: ખેરગામ ગ્રામ પંચાયતની ખાસ સામાન્ય સભામાં રાશનકાર્ડના અનાજ, શિક્ષણ અને આરોગ્ય, ગટર સહિતના પ્રશ્નો મુદ્દે લોકોએ શાસકો સામે સવાલ કરી સભા ગજવી દીધી હતી.
ખેરગામ ગ્રામ પંચાયતના કોમ્યુનિટી હોલમાં સોમવારે 11 વાગ્યે ખેરગામ ગ્રામ પંચાયતની ગ્રામસભા મળી હતી.યોજાયેલી આ ગ્રામસભામાં રાશનકાર્ડમાં પૂરતા અનાજ, શિક્ષણ, આરોગ્ય, ગટર સહિતના પ્રશ્નો મુદ્દે લોકોએ શાસકો સહિત અધિકારીઓને પ્રશ્નોનો મારો ચલાવી રીતસરના ઘેરી લીધા હતા. આ પ્રસંગે બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. એ બાદ તણાવગ્રસ્ત હાલતમાં સભાની શરૂઆત થઈ હતી. ખેરગામ નગરમાં સૌથી માથાના દુખાવારૂપ પ્રશ્ન હોય તો તે ગટરનો છે.
વોર્ડ નં. 13 અને વોર્ડ નં.3ના રહીશોએ ગટર મુદ્દે જણાવ્યું હતું કે,અમારા વિસ્તારમાં ગટરની ગંદકી કોતરડા મારફતે સીધેસીધી ઠાલવવામાં આવે છે એ કેટલું યોગ્ય? અમારા વિસ્તારના લોકોના આરોગ્ય વિશે તમને ચિંતા છે ખરી? બજારના વિસ્તારના લોકોના ફાયદા માટે અમને હેરાન કરવામાં આવે એ યોગ્ય નથી. પ્રશ્ન એટલા ગંભીર બન્યો હતો કે મહિલાઓએ મધ્યસ્થી માટે આવેલા તાલુકા વિકાસ અધિકારી વિમલ પટેલને કહ્યું હતું કે, તમે બજારવાળાને કેમ કહેતા નથી કે ખારકૂવા ખોડે. તમે એ લોકો ઉપર દબાણ કરો. અમને સમજાવો છો કે પ્લાન્ટ બની જશે તો પાણી ફિલ્ટર થઈને પીવાલાયક થઈ જશે. તો એ પાણી બજારવાળાને પીવડાવજો. અમારે નથી જોઈતું. અમારે તો પ્લાન્ટ પણ નથી જોઈતો અને આ ગટરની ગંદકી પણ કોતરડામાં નહીં જોઈએ.
જ્યારે ગામના અગ્રણી ખેડૂત રાજુભાઈ પરમારે જણાવ્યું હતું કે, ગટરના પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવો જોઈએ. બજારના લોકો પાસે ખારકૂવા નથી અને સીધેસીધું ગટરમાં જ કનેક્શન આપી દેવાતાં ગંદુ પાણી મારા ખેતર પાસેથી કોતરડા મારફતે વહે છે. જેને કારણે અમારા ખેતરના કૂવાના પાણી દસ વર્ષથી ખરાબ થઈ ગયા છે. જે વપરાશમાં પણ લઈ શકાતું નથી. સીધેસીધું ગટરમાં જ કનેક્શન આપી દેવાતાં ગંદુ પાણી છોડે એ કાયદેસર કે ગેરકાયદેસર. હું વારંવાર આ મુદ્દે રજૂઆત કરતો આવ્યો છું પરંતુ ઉકેલ આવ્યો નથી.ત્યારે ફરી એકવાર ગટરનું પાણી કોતરડામાં બંધ કરી દેવાશે એવો ઠરાવ કરવામાં આવ્યો હતો. જો કે, ગુરુવારે પણ આ કામગીરી થાય છે.કે કેમ એ જોવું રહ્યું.
આ પ્રસંગે ગામના સરપંચ ઝરણા પટેલ, ટીડીઓ વિમલ પટેલ, તાલુકા પંચાયતના એસ.ઓ.વી.જી.ટેલર,તલાટી કમ મંત્રી પ્રભાતસિંહ પરમાર, તાલુકા પંચાયતના સભ્ય લીના અમદાવાદી, ગામના આગેવાનો, ગ્રામ પંચાયતના સભ્યો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!