MEHSANAVIJAPUR

વિજાપુર નજીક તિરુપતિ ઋષિવન અને વિસનગર દિવ્યાંગ કલ્યાણ સંઘ ખાતે પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ

વિજાપુર નજીક તિરુપતિ ઋષિવન અને વિસનગર દિવ્યાંગ કલ્યાણ સંઘ ખાતે પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર નજીકના વિશ્વ પર્યાવરણ દિવસ ની ઊજવણી તિરૂપતી ઋષીવન દેરોલ થી કરી હતી ત્યા વૃક્ષા રોપણ કરીને ઉત્તર ગુજરાત દિવ્યાંગ કલ્યાણ સંઘ-વિસનગર સંસ્થાના કુવાસણા મુકામે આવેલ દિવ્યાંગ સેવા પરિસરમાં ગુજરાત સરકારના ગ્રીન એમ્બેસેડર જીતુભાઇ પટેલ (તિરુપતિ) ના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ઉપસ્થિત રહેલ જીતુભાઈ પટેલે સંસ્થાના દિવ્યાંગ સેવા પરિસરમાં ૧૦૦૦ કરતાં વધુ ઉછરેલા વૃક્ષો જોઈ ખુબજ ખુશી વ્યક્ત કરી હતી અને આવાજ વૃક્ષો સમગ્ર ગુજરાતમાં થાય અને ગુજરાત ગ્રીન બને તેવી આશા વ્યક્ત કરી હતી તેમજ સંસ્થાના સંચાલકોને પર્યાવરણ નું જતન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
ત્યાર બાદ વિસનગર નગર પાલીકા સંચાલીક જી.ડી હાઈસ્કૂલમાં માં બધાજ કોપોરેટર.પ્રમુખ નગર પાલીકા જી.ડી હાઈસ્કૂલ ના સંચાલક મનીષભાઈ. નગરપાલિકા ના સ્ટાફ મીત્રો અને વીધ્યાર્થીઓ ની હાજરી માં વૃક્ષા રોપણ કરવામાં આવ્યુ. વિસનગર ની અને ગુજરાત માં જાણીતી . એમ એન.કોલેજ વિસનગર માં કોલેજ ના આચાર્ય અને ક્ષીક્ષકો દ્વારા ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ જોડે વૃક્ષા રોપણ કરી 5/જુન વીશ્વ પયૉવરણ દીવસ ની ઊજવણી કરવામાં આવી અને વિસનગર શહેર.તાલુકો. અને ગુજરાત હરીયાળુ બને તેવી વૃક્ષ નારાયણ સમક્ષ પ્રાર્થના કરવા માં આવી હતી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!