BHUJKUTCH

વાંઢાયના ઈશ્વર આશ્રમમાં સમસ્ત ભાનુશાલી મહિલા પાંખ દ્વારા કાર્યક્રમ યોજાયો.

5-જૂન

વાત્સલ્યમ્ સમાચાર

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ

ભુજ કચ્છ :- વાંઢાય ઈશ્વર આશ્રમમાં સમસ્ત ભાનુશાલી મહિલા પાંખ પધાર્યા હતા.અને સનાતન ધર્મના સમાજના બધા સંતોના દર્શન કર્યા અને એમના ભાવ પ્રવચનો સાંભળ્યા અને આપણી સંસ્કૃતિ શું છે એ વિશે પણ વર્તમાન ગાદીના મહંત મોહનદાસજીના મોઢે સારા અને સૂચન પ્રાપ્ત થાય એવા પ્રવચનો સાંભળી અને વાતાવરણ એકદમ ધર્મીયબની ગયું હતું. તેમાં દેશ મહાજન નાં મહીલા પાંખ નાં પ્રમુખશ્રી જશોદાબેન મહામંત્રી શ્રી બીનાબેન ઉપપ્રમુખ સાકરી બેન મંત્રી લક્ષ્મીબેન મયાબેન સખી ગ્રુપના પ્રમુખ જીજ્ઞાબેન તેમનું મંડળ મઉ ગામ ના પ્રમુખ સરસ્વતીબેન માંડવી ગામના પ્રમુખ ભાવનાબેન નિરોણા ગામના પ્રમુખ રીટાબેન ભુજ ગામ ના ઉપપ્રમુખ લક્ષ્મીબેન માધાપર ગામના ઉપપ્રમુખ અરુણાબેન શિરવા ગામના પ્રમુખ કેસરબેન અંજાર ગામના પ્રમુખ કીમબેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સર્વે મંડળની બહેનો અને કાર્યકર્તાનો પણ ખુબ ખુબ સહયોગ સારો રહેલો હતો.વર્તમાન ગાદીપતિ મહંત મોહનદાસજીના પણ આશીર્વાદ પ્રાપ્ત થયા હતા અને આવતી ગુરુ પુનમના મંત્રીએ સર્વે બહેનોને મોટી માં મોટી સંખ્યામાં વધારે આવું આહવાન કર્યું છે અને એક બેન ચાર બહેનો સાથે લાવે એવું પણ જણાવ્યું છે.તો આપણે સર્વે ઉપસ્થિત બહોળી સંખ્યામાં થઈએ એવા સૌના પ્રયત્નો રહેશે જય ઓધવરામ

સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!