KUTCHMUNDRA

બ્રહ્માકુમારીઝ મુન્દ્રા સેવા કેન્દ્ર પર વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવ્યું

૫-જૂન

વાત્સલ્યમ્ સમાચાર

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ

મુન્દ્રા કચ્છ :- બ્રહ્માકુમારી મુન્દ્રા સેવા કેન્દ્ર પર આજે 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત પ્રકૃતિ પરથી પરમાત્માની મધુર યાદથી કરવામાં આવેલ ત્યારબાદ રાજયોગીની બ્રહ્માકુમારી સુશીલાદીદીએ આજના વિશેષ દિવસનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે પૃથ્વી આપણી માતા છે, આખા બ્રહ્માંડમાં ક્યાંય પણ પૃથ્વી વિના જીવન જીવવું સંભવ નથી. કારણ કે જીવનની નિરંતરતા માટે આવશ્યક સંસાધન જેમકે ઓક્સિજન, પાણી, હવા વગેરે ફક્ત પૃથ્વી ઉપર જ ઉપલબ્ધ છે. સંપૂર્ણ વિશ્વમાં વ્યાપ્ત વિષયુક્ત વાતાવરણ વાયુ, જળ અને ધ્વનિ પ્રદૂષણ, ગ્લોબલ વોર્મિંગ, વનોનું નષ્ટ થવું તથા પ્રકૃતિનો દુરુપયોગ વગેરે જોતા પર્યાવરણ પર ધ્યાન આપવું અતિ આવશ્યક છે. એટલે પૃથ્વીને બચાવવા પ્રાકૃતિક જીવન પધ્ધતિ અપનાવવી અતિ આવશ્યકતા છે.

આ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને આખા વિશ્વના લોકોને પર્યાવરણ પ્રતિ જાગૃત કરવાની ખૂબ જ જરૂર છે. વધુમાં તેઓએ જણાવ્યું કે જળ છે તો આપણું જીવન છે, જળ છે તો આપણું ભવિષ્ય છે, જળ પ્રકૃતિ દ્વારા મનુષ્યની પ્રાપ્તિ મહત્વપૂર્ણ સંપત્તિ છે જળ વિના જીવનની કલ્પના કરવી અસંભવ છે. જળની સમસ્યા ધીરે ધીરે વધીને ગંભીર રૂપ ધારણ કરી રહી છે. ભારતમાં હજારો કુવાઓ અને તળાવ સુકાઈ ગયા છે એવા સમયે બ્રહ્માકુમારીઝ સંસ્થાએ જલ – જન અભિયાનના માધ્યમથી કરોડો લોકોને જાગૃત કરવા તથા દેશના પ્રત્યેક નાગરિકને પોતાની નૈતિક જવાબદારીનો અહેસાસ કરાવવાનો સંકલ્પ કર્યો છે. ભારતના જળ શક્તિ મંત્રાલય તથા બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા સંયુક્ત રૂપે સંચાલિત રાષ્ટ્રવ્યાપી “જલ – જન અભિયાન” જળ સંરક્ષણની દિશામાં એક સકારાત્મક પહેલ છે. જેનું શુભારંભ તારીખ 16 ફેબ્રુઆરી 2023ના રોજ બ્રહ્માકુમારીના આંતરરાષ્ટ્રીય મુખ્યાલય શાંતિવન પરિસર, આબુ રોડ ખાતે ભારતના માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ચ્યુઅલ રૂપે કરવામાં આવેલ. ત્યારબાદ સૌ ભાઈ બહેનોને પર્યાવરણ સુરક્ષા કરવા માટેની દ્રઢ પ્રતિજ્ઞાઓ પણ કરાવવામાં આવી અને 101 અલગ અલગ વનસ્પતિઓના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમના અંતે પ્રકૃતિ અને પરમાત્માની વંદનાના સુંદર ગીત સાથે સૌને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!