IDARSABARKANTHA

બિટ પ્લાસ્ટિક વેસ્ટ” થીમ અંતર્ગત ‘‘વિશ્વ પર્યાવરણ દિવસ’’ની ઉજવણી કરાઇ

*”બિટ પ્લાસ્ટિક વેસ્ટ” થીમ અંતર્ગત ‘‘વિશ્વ પર્યાવરણ દિવસ’’ની ઉજવણી કરાઇ

……………

*કોરોના એ આપણને વૃક્ષ અને ઓક્સિજનની કિંમત સમજાવી છે

શ્રી ધીરજભાઈ પટેલ*

ઈડરના વીરપુર ખાતે જિલ્લાકક્ષાનો વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાયો

 

સાબરકાંઠા જિલ્લાના ઈડર ના વીરપુર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધીરજભાઈ પટેલની અધ્યક્ષતામાં ‘‘વિશ્વ પર્યાવરણ દિવસ’’ તેમજ મિશન લાઈફની સામૂહિક ગતિશીલતાની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધીરજભાઈ પટેલે જણાવ્યું હતું કે, જળવાયુ પરિવર્તન એ વૈશ્વિક ચિંતાનું કારણ બન્યું છે. ત્યારે વધતા જતા શહેરીકરણની સાથે સાથે વનીકરણ પણ વધારીને સમતોલન સ્થાપવું જરૂરી છે. શહેરમાં બનતા નવા આવાસો સાથે વૃક્ષો વાવવા અનુરોધ કર્યો હતો. તેમજ આ વર્ષે “બિટ પ્લાસ્ટિક વેસ્ટ” થીમ પર પર્યાવરણ દિન ઉજવાઈ રહ્યો છે ત્યારે પ્લાસ્ટિકનો કચરો ક્યારેય જ્યાં ત્યાં ન ફેંકવા પ્રતિજ્ઞા લેવી જોઈએ.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગ્રીન ગ્રોથ એટલે કે ‘‘પર્યાવરણ પ્રિય વિકાસ’’ની રાજ્ય સરકારની નેમ છે. ગુજરાતમાં ૨૨ સાંસ્કૃતિક વનો તેમજ અનેક જગ્યાએ ‘‘નમો વડ વન’’ તૈયાર કરવામાં આવ્યા છે. તેમજ આજે વાવેલ વૃક્ષોનું સમગ્ર વર્ષ જતન કરવા અપીલ કરી હતી

આ પ્રસંગે કલેકટરશ્રી નૈમેશ દવે એ ઉદબોધન કરતા કહ્યું હતું કે, પર્યાવરણને લગતા કાયદાઓના અમલીકરણ સાથે આપણી જીવનશૈલીમાં પર્યાવરણલક્ષી ફેરફાર કરીએ તો જ પર્યાવરણનું જતન શક્ય બનશે. ગ્લોબલ વોર્મિંગ ના કારણે બરફના પહાડો ઓગળી રહ્યા છે દરિયાઈ સપાટીમાં વધારો થઈ રહ્યો છે જેના કારણે આવનારા ભવિષ્યમાં દરિયા કિનારે વસતા મોટા શહેરો અને દેશો પાણીમાં ઘરકાવ થઈ જવાનો ખતરો ઊભો થઈ રહ્યો છે. જેનો એકમાત્ર ઉપાય ઘનિષ્ઠ વનીકરણ જ છે. વધુમાં તેમણે જણાવ્યું કે વિશ્વમાં 31% વિસ્તાર વન છે. જ્યારે આપણા દેશમાં 24.5 ટકા વિસ્તાર માં જંગલો છે જ્યારે ગુજરાતમાં 11.46% વિસ્તારમાં જંગલોનું પ્રમાણ છે માટે મહત્તમ વૃક્ષોનું જતન કરવું એ આપણી નૈતિક ફરજ છે.

 

સાંસદશ્રી દિપસિંહ રાઠોડએ આ પ્રસંગે વૃક્ષો વાવી, પાણી બચાવીને સૌને પર્યાવરણની જાળવણીની ફરજ બજાવવા તેમજ વડાપ્રધાન શ્રીના પ્લાસ્ટિક મુક્ત ભારતના આહવાન સ્વીકારી પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરી તેના બદલે કાપડની બેગનો ઉપયોગ કરવા અપીલ કરી હતી.

આ પ્રસંગે શાળાના વિધાર્થીઓના પર્યાવરણ બચાવ પર દોરવામાં આવેલ ચિત્ર સ્પર્ધાના વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. મહાનુભવોના હસ્તે વૃક્ષારોપણ કરી ગામના જળસંચય અભિયાન અંતર્ગત ગામના તળાવને ઉંડુ કરવાની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી શંકરભાઈ બેગડીયા, ઈડર તાલુકા પંચાયતના શ્રીમતી હર્ષાબેન વણકર, નાયબ વન સંરક્ષક સામાજિક વનીકરણ શ્રી પટેલ, નાયબ વન સંરક્ષક શ્રી હર્ષ ઠક્કર, રિલાયન્સ ફાઉન્ડેશન ના શ્રી જયરામભાઈ દેસાઈ ગામના સરપંચ શ્રીમતી ધર્મિષ્ઠાબેન અન્ય અધિકારીશ્રીઓ તેમજ શાળાના વિદ્યાર્થીઓ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

જયંતિ પરમાર સાબરકાંઠા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!