BHUJKUTCH

ભુજ તાલુકા હેલ્થ ઓફિસરના અણછાજતા વર્તનથી આરોગ્ય કર્મચારીઓ હતાશ.

6-જૂન.

વાત્સલ્યણ્ સમાચાર

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ

સ્પોટિંગ સુપરવિઝનની જગ્યાએ મહિલા કર્મચારીઓ સાથે અભદ્ર ભાષામાં વાત કરતા માનસિક ત્રાસની ફરિયાદ કરાઈ

આરોગ્ય મંડળ દ્વારા જિલ્લાના અધિકારીઓને આવેદનપત્ર આપી વિકાસ કમિશ્નર અને આરોગ્ય કમિશ્નરને જાણ કરાઈ

સમસ્યાનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો સોમવારથી કામગીરી ઠપ્પ કરવાની અપાઈ ચીમકી

ભુજ કચ્છ :- નખત્રાણા તાલુકાના મેડિકલ ઓફિસર ડો. કેશવકુમાર સિંગને ભુજ તાલુકા હેલ્થ ઓફિસરનો ચાર્જ આપવામાં આવેલ છે. તેઓની ફિલ્ડ વિઝીટ દરમિયાન સ્પોટિંગ સુપરવિઝનની જગ્યાએ મહિલા કર્મચારીઓ સાથે અભદ્ર ભાષામાં વાત કરતા હતાશ થયેલા આરોગ્ય કર્મચારીઓએ માનસિક ત્રાસની રજુઆત આરોગ્ય મંડળને કરતા જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ દેવજીભાઈ નોરીયા અને મુખ્ય કન્વીનર દેવુભા વાઘેલા દ્વારા જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર આપી આ સમસ્યાનો યોગ્ય નિરાકરણ લાવવા વિનંતી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીએ છે કે આ બાબતે અગાઉ પણ બે વખત રજુઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ નિરાકરણ ન આવતા આ વખતે વિકાસ કમિશ્નર અને આરોગ્ય કમિશ્નરને પણ જાણ કરવામાં આવી છે અને જરૂર પડે મુખ્યમંત્રીને સમસ્યાથી અવગત કરાવવામાં આવશે એવું પત્રમાં જણાવવામાં આવ્યું છે. વધુમાં ભુજ તાલુકામાં ઘણા સિનિયર મેડિકલ ઓફિસરો હોવા છતાં ભુજથી 50 કિલોમીટર દૂરના ડોક્ટરને ચાર્જ અપાતા નારાજ આરોગ્ય કર્મચારી મંડળના હોદ્દેદારોએ નિયમ અનુસાર નજીકના સિનિયર મેડિકલ ઓફિસરને ભુજ તાલુકા આરોગ્ય અધિકારીનો ચાર્જ આપવા વિનંતી સાથે અરજ કરેલ છે. અને જો આ સમસ્યાનું યોગ્ય નિરાકરણ કરવામાં નહીં આવે તો ભુજ તાલુકાના આરોગ્ય કર્મચારીઓ ગાંધીચીંધ્યા માર્ગે આગળ વધીને 12 જૂન 2023, સોમવારથી ભુજ તાલુકામાં આરોગ્યને લગતી તમામ કામગીરી સંપૂર્ણપણે બંધ કરશે તેવી ચીમકી પત્ર દ્વારા આપવામાં આવી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!