RAJKOTUPLETA

મહેસુલ અધિકારીઓની મદદથી બનાવટી સ્ટેમ્પ પેપર ઉપર પહેલા જુઠા દસ્તાવેજો અને પછી ઉત્તરોતર સાચા સ્ટેમ્પ પેપરોના દસ્તાવેજો માન્ય કરીને ચલાવાતુ રાજ્ય વ્યાપી કૌભાંડ

બનાવટી સ્ટેમ્પ પેપરના દસ્તાવેજોની દાદ ફરિયાદના લેન્ડ ગ્રેબીગમા પ્રાંત અને અધિક કલેકટરની સીધી સંડોવણી

૬ જુન વાત્સલયમ સમાચાર
નિલેશ સોલંકી

(૧) જે સ્ટેમ્પ પેપર ઉપર સીરીયલ નંબર ના હોય તે બનાવટી સ્ટેમ્પ પેપર છે તેથી એવા સ્ટેમ્પ પેપર ઉપરના દસ્તાવેજ ખોટા અને બનાવટી દસ્તાવેજ છે.

(૨) સાચા સ્ટેમ્પ પેપર દસ્તાવેજ બનાવેલ હોય તો પણ દસ્તાવેજ રજીસ્ટ્રાર કચેરીમાં નોંધણી થયેલ હોવો જોઇએ,

(૩) દસ્તાવેજ રજીસ્ટ્રાર માં નોંધણી થયેલ ના હોય અથવા નોંધણી થયેલ હોય તો પણ ખેતીની જમીન ના હક વેચાણની તારીખે બંને પક્ષકારો શુદ્ધ ખેડૂત ખાતેદાર પ્રમાણિત હોવા જોઇએ,

(૪) નોંધણી થયેલ કે નોંધણી થયા વિનાનો કોઇપણ પ્રકારનો દસ્તાવેજ મામલતદાર સમક્ષ રજુ થયા બાદ જમીન મહેસુલ કાયદાની વિવિધ જોગવાઈઓ પ્રમાણે તે અધિકૃત જમીનને સુસંગત દસ્તાવેજ છે કે નહીં તે ચકાસણી કરવાની જવાબદારી મામલતદાર કચેરીની છે તેથી દસ્તાવેજ રજુ થવાથી કોઇપણ જમીનની હક ફેરફાર કરી શકાય નહીં,

(૫) જમીન અંગેના સરકારી રેકોર્ડ તપાસવા તેમજ રજુ થયેલા દસ્તાવેજની ખરાઇ કરવાની જવાબદારી મામલતદારની છે તેમજ હક ફેરફાર કરતા પહેલા પૂર્વેના તમામ હકદારોને ૧૩૫ ડી ની નોટીસ આપીને વાંધાઓ તથા છુપા હકકોની ચકાસણી કરવાની જવાબદારી મામલતદારની છે.

(૬) ખેતીની જમીનના હક બદલી તથા વારસાઇ ખરાઇ બાબતે મુળ ખેડુત હક પત્રકની પહેલી નોંધ થી છેલ્લી નોંધ સુધીની ચકાસણી કરવાની જવાબદારી પંચાયતના તલાટી/મહેસુલ મંત્રી અને સર્કલ ઓફિસરની છે તેમજ દસ્તાવેજમાં દર્શાવેલ જમીનનો જીલ્લા જમીન રેકોર્ડ કચેરીમાં ખરાઇ કરવાની જવાબદારી મામલતદારની છે તેથી બનાવટી સીરીયલ નંબર વગરના સ્ટેમ્પ પેપર ઉપર રજીસ્ટ્રેશન વગરના બનાવટી દસ્તાવેજથી જમીન હક ફેરફાર કરીને જમીન ઉપર બીજાના હક નોંધાયા હોય તેમાં મુખ્ય જવાબદાર મામલતદાર બને છે.

(૭) “સીરીયલ નંબર” વગરના સ્ટેમ્પ પેપર ઉપર અને “રજીસ્ટ્રેશન થયા વિનાના દસ્તાવેજ સંબંધી ખેતીની જમીન તેમજ કોઇપણ મિલ્કત સંબંધી દસ્તાવેજ હોય તે અંગેના મેજીસ્ટ્રેટ કોર્ટમાં દિવાની દાવાઓ, તકરારી કેસો, મામલતદાર મહેસુલ કોર્ટ અને પ્રાંત મહેસુલ કોર્ટ સમક્ષ દાવાઓ ચલાવવા પાત્ર ગણાય નહીં,.

Back to top button
error: Content is protected !!