JETPURRAJKOT

રાજકોટ જિલ્લામાં કરાઇ ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણી

તા.૬ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

વિવિધ તાલુકાઓ તથા ૧૦૮ના કર્મચારીઓ દ્વારા વૃક્ષારોપણ, વૃક્ષો બચાવવાની પ્રતિજ્ઞા અને નિબંધ સ્પર્ધા યોજાઈ

રાજકોટ જિલ્લામાં વિવિધ જગ્યાઓએ ‘‘વિશ્વ પર્યાવરણ દિન’’ની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે રાજકોટના સામાજિક વનીકરણ વિભાગે સમગ્ર રાજકોટ જિલ્લામાં પર્યાવરણની જાગૃતિ માટે વૈવિધ્યસભર રીતે ઉજવણી કરીને વન અને પર્યાવરણની રક્ષા અને જતન કરવા માટે જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજકોટ જિલ્લામાં ‘વિશ્વ પર્યાવરણ દિન’ની ઉજવણી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં કરવામાં આવી હતી. આ દિવસ અન્વયે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના નાની લાખાવાડ ગામે, ધોરાજી તાલુકામાં આવેલી યુથ હોસ્ટેલના વિદ્યાર્થીઓએ ધોરાજી નગરપાલિકા દ્વારા સંચાલિત સ્મશાન ગૃહ ખાતે મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ કર્યું હતું. તેમજ જેતપુર તાલુકા શાળામાં પર્યાવરણને લગતા વિવિધ મુદ્દાઓ પર નિબંધ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં વિજેતા વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા. તેમજ વિદ્યાર્થીઓને ‘મિશન લાઈફ’ અંતર્ગત પ્રતિજ્ઞા લેવડાવી હતી. જેતપુર નવાગઢ નગરપાલિકા વિસ્તારમાં આવેલ સોમનાથ ગાર્ડન ખાતે નગરજનોએ વૃક્ષારોપણ કર્યા હતા.

પર્યાવરણનું જતન કરવાના હેતુસર “વિશ્વ પર્યાવરણ દિવસ” નિમિત્તે રાજકોટ જિલ્લાની ૧૦૮ સેવાનાં ઈ.એમ.ટી., પાયલોટ સહિતના આરોગ્યકર્મીઓ દ્વારા અલગ અલગ લોકેશન પર વિવિધ વૃક્ષ રોપી ગ્રીન કવર વધારવા માટે વૃક્ષારોપણ કરાયું હતું. ઈ.એમ.આર.આઇ. ગ્રીન હેલ્થ સર્વિસનાં પ્રોજેક્ટ મેનેજરશ્રી અભિષેક ઠાકરે અને ડીસ્ટ્રીકટ ઓફિસરશ્રી દર્શિત પટેલની આગેવાનીમાં આ વૃક્ષારોપણ કરાયું હતું. અને લોકોને વધુમાં વધુ વૃક્ષો વાવી પર્યાવરણનું જતન કરવા અનુરોધ કરાયો હતો.

આ કાર્યક્રમમાં સંબધિત વિસ્તારની કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ, અગ્રણીશ્રીઓ અને સામેલ થયા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!