MORBIMORBI CITY / TALUKOWANKANER

વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષણ વિભાગના કૌભાંડના મૂળિયા સુધી જવા માટે સમગ્ર કૌભાંડની તપાસ ACB ગુજરાતને સોંપવાની માંગ

વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષણ વિભાગમાં મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ કૌભાંડ વર્ષ 2017 થી 2020 સુધી ચાલતું રહ્યું તેમ છતાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીનું ધ્યાન આ કૌભાંડ તરફ ગયું નહિ કે પછી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની મીઠી નજર હેઠળ આ મસમોટું કૌભાંડ થઈ રહ્યું હતું એ મુખ્ય સવાલ.છે.

વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષણ વિભાગમાં શિષ્યવૃતિ કૌભાંડમાં ડમી (બિલો) દસ્તાવેજો ઉભા કરી નાખ્યા છતાં તાલુકા શિક્ષણ અધિકારીને આ વાત ધ્યાનમાં ન આવે એ શક્ય નથી! તેથી આ કૌભાંડમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને મુખ્ય આરોપી તરીકે FIR માં નામ દાખલ કરવામાં આવે એવી અમારી માંગ છે.

તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા પોતાની ફરજમાં ઘોર બેદરકારી દાખવી છે જેના કારણે વર્ષ 2017 થી 2020 સુધી સતત ત્રણ-ચાર વર્ષ સુધી આ કૌભાંડ ચાલતું રહ્યું.તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાથે કોઈપણ પ્રકારનો વિશ્વાસઘાત થયો ના કહેવાય, પરંતુ પોતાની ફરજ પ્રત્યે બેદરકારી દાખવી કહેવાય.તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની બેદરકારીના લીધે .53,15,451 રૂપિયાનું કૌભાંડ થયું છે. આટલું મોટું કૌભાંડ થવા છતાં તાલુકા શિક્ષણ અધિકારી ને ભનક પણ ના લાગી હોય એ વાત શક્ય નથી. આ કૌભાંડમાં તે સમયના તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની પણ ભૂમિકા હોવાની શક્યતાઓ રહેલી છે. તેથી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સામે પણ ફોજદારી રાહે કાર્યવાહી કરવા આવે તેવી માંગ છે.

ભૂતકાળમાં પણ શિષ્યવૃતિ કૌભાંડ સામે આવ્યું હતું તે સમયે પણ શિષ્યવૃતિ કૌભાંડમાં ઢાંક પીછેડો કરવામાં આવ્યો હતો તે સમયે પણ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા આ કૌભાંડીઓ ઉપર કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી ન હતી.જેથી આ કૌભાંડ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સામેલ છે એ વાત નકારી શકાય નહીં!

વધુમાં અર્જુનસિંહ વાળાએ સેક્રેટરી (પ્રાઇમરી & સેંકન્ડરી એડયુકેશન). ગાંધીનગરને આ સમગ્ર તપાસ ACB ગુજરાત ને સોંપવાની માંગણી કરી છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!