JETPURRAJKOT

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ રાજકોટ જિલ્લાના ૨.૫ લાખથી વધુ પરિવારોને વિનામૂલ્યે અનાજ વિતરણ

તા.૬ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ સમાવિષ્ટ રાજકોટ જિલ્લાના ૨ લાખ ૮૪ હજાર ૮૫૨ કાર્ડ ધારકોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવી રહયું છે, જે ૩૦ જુન સુધી ચાલશે. આ યોજના અંતર્ગત અંત્યોદય કુટુંબોને કાર્ડ દીઠ ૧૫ કિ.ગ્રા. ઘઉં અને ૨૦ કિ. ગ્રા. ચોખા તેમજ અગ્રતા ધરાવતા કુટુંબોને વ્યક્તિદીઠ ૨ કિ.ગ્રા. ઘઉં અને વ્યક્તિદીઠ ૩ કિ.ગ્રા. ચોખા વિનામૂલ્યે આપવામાં આવે છે. લોકો પોતાના રેશનકાર્ડ નોંધાયેલ રાશનની દુકાનો પરથી આ અનાજ મેળવી શકશે.

સાથે જ રાજ્ય સરકાર દ્વારા તુવેરદાળ, ચણા, ખાંડ તથા મીઠાનું પણ રાહત દરે વિતરણ કરાઇ રહયું છે, જેમાં રેશનકાર્ડધારક અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબો કાર્ડ દીઠ ૧ કિ.ગ્રા. તુવેરદાળ રૂા ૫૦/- અને ચણા રૂા ૩૦/- તેમજ અંત્યોદય કુટુંબો ૩ વ્યક્તિ સુધી ૧ કિ.ગ્રા. તથા ૩થી વધુ વ્યક્તિદીઠ ૦.૩૫૦ કિ.ગ્રા. ખાંડ પ્રતિ કિ.ગ્રા. રૂા ૧૫/-, બીપીએલ કુટુંબો વ્યક્તિદીઠ ૦.૩૫૦ કિ.ગ્રા. ખાંડ પ્રતિ કિ.ગ્રા. રૂા ૨૨/- રાહતદરે મેળવી શકશે. અને અંત્યોદય, અગ્રતા ધરાવતા અને બી.પી.એલ. કુટુંબો કાર્ડદીઠ ૧ કિ.ગ્રા. મીઠું રૂ. ૧ પ્રતિ કિ.ગ્રા.ના રાહતદરે મેળવી શકશે તેમજ જિલ્લા પુરવઠા વિભાગની યાદીમાં જણાવાયું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!