JETPURRAJKOT

૧૨ જૂનથી એચ.જી.વી.GJ-03-BZ સીરીઝના ગોલ્ડન – સિલ્વર નંબરનું ઓનલાઈન ઓકશન થશે

તા.૬ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, રાજકોટ દ્વારા એચ.જી.વી. પ્રકારના વાહનો માટે GJ-03-BZ સિરીઝનું ઓનલાઇન ઓક્શન તા.૧૨ જૂન થી શરૂ કરવામાં આવનાર હોવાથી GJ- 03-BZ તથા અગાઉની સિરીઝના બાકી રહેતા ગોલ્ડન-સિલ્વર નંબર મેળવવા માટે ઇચ્છુક વાહનમાલિકો તેમના વાહનનું રજિસ્ટ્રેશન કરી http://parivahan.gov.in/fancy પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી ઓક્શનમાં ભાગ લઈ શકશે.

આ ઓક્શનમાં ગોલ્ડન-સિલ્વર તથા રેગ્યુલર નંબર મેળવવા માગતા અરજદારોએ તા.૧૨ થી ૧૭ જુનના સાંજે ૦૪ કલાક થી સુધી ઓનલાઇન એપ્લિકેશન કરવાની રહેશે. તેમજ તા.૧૭ જૂન ના સાંજે ૦૪:૦૧ કલાકથી તા.૨૦ જૂનના સાંજે ૦૪:૦૦ કલાક સુધી ઓનલાઇન ઓકશનમાં બિડિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ

અરજદારોએ ઓનલાઈન એપ્લિકેશન કરવા માટે parivahan.gov.in વેબસાઇટ પર જઈ ઓનલાઇન સર્વિસ પર ક્લિક કરવું. ત્યાર બાદ fancy number booking પર ક્લિક કરીને પબ્લિક યુઝર પર આઈ.ડી. બનાવવાનું રહેશે. અને સી.એન.એ ફોર્મ ઓનલાઈન ભર્યા બાદ તેમાં પસંદગીનો નંબર સિલેક્ટ કરી ઓનલાઇન ફી ભર્યા બાદ બિડિંગ હરરાજીમાં ભાગ લઈ શકાશે. ત્યાર બાદ પાંચ દિવસમાં હરરાજીની બાકીની રકમ ભર્યા બાદ આર.ટી.ઓ. માંથી એપ્રુવલ લઈ નંબર મેળવી વાહન ખરીદીના સાત દિવસમાં અરજદારે સી.એન.એ.ફોર્મ ભરવાનું રહેશે. તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!