JETPURRAJKOT

રાજકોટ જિલ્લાના કઠોળના સ્ટોક હોલ્ડર્સને દર શુક્રવારે સ્ટોકની ઓનલાઇન એન્ટ્રી કરવા સૂચના

તા.૬ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી અવનિ હરણની યાદીમાં જણાવાયું છે કે, ગુજરાત સરકાર દ્વારા કઠોળના તમામ સ્ટોક હોલ્ડર્સ, મિલર્સ, ડીલર્સ, ઈમ્પોર્ટર્સ, એક્સપોર્ટર્સ, હોલસેલર્સ, રીટેલર્સ કે અન્ય તમામ વેપારીઓએ દર શુક્રવારે ભારત સરકારશ્રીના પોર્ટલ (http://fcainfoweb.nic.in/psp) પર કઠોળના જથ્થાની મેટ્રિક ટનમાં ડેટા એન્ટ્રી કરવાની રહેશે, જે અન્વયે રાજકોટ જિલ્લાના તમામ કઠોળના સ્ટોક હોલ્ડર્સને રજિસ્ટ્રેશન કરવા તથા કઠોળના સ્ટોકને મેટ્રિક ટનમાં દર અઠવાડિયે શુક્રવારે ઉક્ત વેબસાઇટ પર જાહેર કરવા (ડેટા એન્ટ્રી કરવા) જણાવવામાં આવે છે. આ કામગીરી નહીં કરનારા કઠોળના વેપારીઓ સામે સરકારશ્રી તથા જિલ્લા પુરવઠા ટીમ તથા તાલુકા કક્ષાએ મામલતદારશ્રી દ્વારા આકસ્મિક તપાસણી કરી નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!