HALOLPANCHMAHAL

હાલોલ: વિઠ્ઠલફળીયા ખાતે વિંડાર કંપની દ્વારા નિર્માણ થઇ રહેલ નવીન ઈંગ્લીશ મીડિયમ સ્કુલનાં ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારનાં હસ્તે ખાતમુહર્ત કરાયું

તા.૬.જૂન

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

હાલોલ નગરના વિઠ્ઠલ ફળિયા શાકમાર્કેટ ખાતે આવેલ વર્ષો જૂની જર્જરીત થયેલ ગુણવંત લાલ ચુનીલાલ પ્રાથમિક શાળા નું નવીનીકરણ ને લઇ હાલોલનાં સ્થાનિક ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર અને વિન્ડાર રીનીવેબલ કંપની સી.ઈ.ઓ.કે.ભારથીના હસ્તે શાસ્ત્રોક્ત વિધિવત રીતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હાલોલ નગર ના આગેવાનો અને કંપનીના કર્મચારીઓ ઉપસ્થિ રહ્યા હતા. નવનિર્મિત આકાર લેનાર શાળા બિલ્ડીંગમાં સરકારી અંગ્રેજી શાળા બનશે.વર્ષો પહેલા હાલોલ ના વિઠ્ઠલ ફળિયા ખાતે આ જગ્યા ઉપર એક આંબલીના વૃક્ષ નીચે અને કાચા પતરાવાળા બે ઓરડામાં 20 જેટલા વિદ્યાર્થીઓથી એક થી ચાર ધોરણ બે શિક્ષકોથી શાળા ની શરૂઆત કરવામાં આવી હતી. સમય જતા જેતે સમય ના હાલોલ નગર પંચાયત ના માજી પ્રમુખ સ્વ.સતીશભાઈ પરીખ શાળા સમિતિ માં પ્રમુખ સ્વ. રાવજીભાઈ પટેલ આજ શાળાના શિક્ષક અને શાળા સમિતિ ના મંત્રી લક્ષમણભાઇ સાધુ તેમજ વિઠ્ઠલ ફળિયાના રહીશો અને દાતા ગુણવંતલાલ ચુનીલાલ પરીખ ના સહયોગ થી આથી 60 વર્ષ પહેલા આ શાળા નું બિલ્ડીંગ ઉભું કરવામાં આવ્યું હતું.અને હાલમાં આ શાળામાં 1000 કરતા વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. સમય જતા બિલ્ડીંગ જૂનું થતા નજીકમાં આવેલ બંધ પડેલ જિલ્લા પંચાયત હસ્તક નું સરકારી દવાખાના ની જગ્યામાં નવું અદ્યતન બિલ્ડીંગ બનાવામાં આવતા આ શાળા છેલ્લા એક વર્ષથી ત્યાં કાર્યરત થતા આ જૂનું અને જર્જરિત શાળા નું બીલ્ડીગ તોડી તે જગ્યા ઉપર હાલોલ ઔધોગિક વિસ્તારમાં આવેલ વિન્ડાર રીનીવેબલ પ્રા.લી. કંપની ના સહયોગથી શાળાના વિદ્યાર્થીઓ ના અભ્યાસ માટે અદ્યતન સંપૂર્ણ સુવિધાવાળું સરકારી અંગ્રેજી માધ્યમ શાળા નવું બીલ્ડીંગ બનવામાં આવી રહ્યું છે.જેનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!