MORBIMORBI CITY / TALUKO

લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

 

લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

“હરિયાળું મોરબી” કાર્યક્રમ અંતર્ગત ” લાયન્સ ઇન્ટરનેશનલ , લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા
વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી બરવાળા હાઇસ્કૂલ કેમ્પસમાં શ્રીજયંતીભાઈ જેરાજભાઇ પટેલના પ્રમુખ સ્થાને વૃક્ષારોપણ કરી મહોત્સવની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં લાયન્સ કલબ ઓફ મોરબી સિટી નાં સેક્રેટરી કેશુભાઇ દેત્રોજા,ખજાનચી ટી.સી.ફુલતરીયા,તેમજ લાયન્સ મેમ્બરો અને લાયન્સ ઇન્ટરનેશનલ સૌરાષ્ટ્ર કચ્છ નાં પ્રથમ વાઈસ ગવર્નર રમેશભાઈ રૂપાલા હજાર રહી સ્કૂલના બાળકોને પર્યાવરણ જાણવણી,તેના લાભા લાભ,અને પર્યાવરણ બાબતે જો આપણે સજાગ નહિ રહીએ તો આવનારા સમયમાં વાતાવરણમાં પડનારી ઓક્શિજન અને વરસાદની ઘટને પહોંચી વળવા વધુમાં વધુ વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી માં સ્કૂલના બાળકો અને શિક્ષકો એ હર્ષ ભેર ભાગ લઈને દરેક વિદ્યાર્થી દ્વારા એક એક વૃક્ષ દત્તક લઈને ઉછેરવાની જવાબદારી નાં સપથ લઈને પર્યાવરણ દિવસની ઉજવણી કરી હતી.


આ પ્રસંગે બરવાળા હાઇસ્કુલના આચાર્ય ઝાલરિયા, તમામ સ્ટાફગણ, બરવાળા હાઇસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પ્રાણજીવન કાલરિયા, શિવાભાઇ ડાંગર,આયોજક લાયન્સ ક્લબ મોરબી સીટીના હોદ્દેદારો તથા આયુર્વેદ પ્રચાર સંગઠન તેમજ પર્યાવરણ રક્ષક મિત્ર મંડળના સભ્યો ડૉ.મનુભાઈ કૈલા, જીલેશભાઇ કાલરિયા, ડૉ. મધુસુદન પાઠક, રાજભાઇ પરમાર, દાજીભાઇ, કિરતસિંહ ઝાલા, ખોડાલાલ સદાતિયા, હસમુખભાઈ વગેરે હાજર રહેલા અને બાળકોને પર્યાવરણ બાબતે માર્ગ દર્શન આપી ને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી.

Back to top button
error: Content is protected !!