JETPURRAJKOT

“બિટ પ્લાસ્ટિક વેસ્ટ” થીમ અંતર્ગત ‘‘વિશ્વ પર્યાવરણ દિવસ’’ની રાજકોટ જિલ્લા કક્ષાની ઉજવણી કરાઇ

તા.૬ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

વધતા જતા શહેરીકરણ સાથે વનીકરણ પણ વધારવા અનુરોધ કરતા શ્રી ભૂપતભાઇ બોદર

ઈશ્વરીયા પાર્ક ખાતે વન મહોત્સવ અંતર્ગત ૫૦૦૦ વૃક્ષોનું વાવેતર કરાશે

ઈશ્વરીયા પાર્ક ખાતે ‘‘વિશ્વ પર્યાવરણ દિવસ’’ તેમજ મિશન લાઈફની સામૂહિક ગતિશીલતાની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભુપતભાઈ બોદરે ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, જળવાયુ પરિવર્તન એ વૈશ્વિક ચિંતાનું કારણ બન્યું છે ત્યારે વધતા જતા શહેરીકરણની સાથે સાથે વનીકરણ પણ વધારીને સમતોલન સ્થાપવું જરૂરી છે. શહેરમાં બનતા નવા આવાસો સાથે વૃક્ષો વાવવા પણ અનુરોધ કર્યો હતો. આ વર્ષે “બિટ પ્લાસ્ટિક વેસ્ટ” થીમ પર પર્યાવરણ દિન ઉજવાઈ રહ્યો છે ત્યારે પ્લાસ્ટિકનો કચરો ક્યારેય જ્યાં ત્યાં ન ફેંકવા પ્રતિજ્ઞા લેવી જોઈએ.

અંબાજી ખાતેથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલ સંબોધન કરતા જણાવ્યું હતું કે, ગ્રીન ગ્રોથ એટલે કે ‘‘પર્યાવરણ પ્રિય વિકાસ’’ની રાજ્ય સરકારની નેમ છે. ગુજરાતમાં ૨૨ સાંસ્કૃતિક વનો તેમજ અનેક જગ્યાએ ‘‘નમો વડ વન’’ તૈયાર કરવામાં આવ્યા છે. તેમજ મુખ્યમંત્રીશ્રીએ આજે વાવેલ વૃક્ષોનું સમગ્ર વર્ષ જતન કરવા પ્રતિબદ્ધ થવા અપીલ કરી હતી.

આ તકે કલેકટરશ્રીએ ઉદબોધન કરતા કહ્યું હતું કે, પર્યાવરણને લગતા કાયદાઓના અમલીકરણ સાથે આપણી જીવનશૈલીમાં પર્યાવરણલક્ષી ફેરફાર કરીએ તો જ પર્યાવરણનું જતન શક્ય બનશે. સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયાએ તમામ કાર્યક્રમોમાં હાર કે બુકેને બદલે છોડ કે રોપ આપીને સ્વાગત કરવા અપીલ કરી હતી. ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળાએ વૃક્ષો વાવી, પાણી બચાવીને સૌને પર્યાવરણની જાળવણીની ફરજ બજાવવા આહવાન કર્યું હતું.

દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.મહાનુભાવોનું સ્વાગત છોડ આપીને કરવામાં આવ્યું હતું. બેડી પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત નૃત્ય કરવામાં આવ્યું હતું. નાયબ વન સંરક્ષક ડો. તુષાર પટેલે પર્યાવરણ દિવસ ઉજવણી અંતર્ગત વન વિભાગ દ્વારા થયેલ વિવિધ કાર્યક્રમોની રૂપરેખા આપી હતી. મહાનુભાવોએ આ અવસરે વૃક્ષારોપણ અંતર્ગત વડ, લીમડા, કરંજ અને અર્જુનસાદડ વૃક્ષના રોપાનું વાવેતર કર્યું હતું. નોંધનીય છે કે ઈશ્વરીયા પાર્ક ખાતે વન મહોત્સવ અંતર્ગત ૫૦૦૦ વૃક્ષોનું વાવેતર થનાર છે.

આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, નાયબ પોલીસ અધિક્ષકશ્રી હીંગોળદાન રત્નુ, મદદનીશ વન સંરક્ષકશ્રી એસ.ટી.કોટડિયા, આર.એફ.ઓ. શ્રી વિક્રમ પરમાર સહિત અન્ય અધિકારીશ્રીઓ તેમજ શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!