સાપુતારા માર્ગે ગુજરાતમાં પ્રવેશેલી CRPF ની મહિલા બાઇકર્સની ટીમનું ભવ્ય સ્વાગત કરાયું

0
38
વાત્સલ્યમ્ સમાચાર

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
IMG 20231025 WA0318મહિલા અને બાળ વિકાસ વિભાગના મહિલા કલ્યાણ પ્રભાગ દ્વારા વર્ષ ૨૦૧૫ થી  “બેટી પઠાવો-બેટી બચાવો” જન આંદોલન કાર્યાન્વિત કરાયું છે.

જે અંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા CRPF ની મહિલા બાઇકર્સની ટીમ દ્વારા તા.૩ ઓક્ટોબરથી શરૂ થઇ તા.૩૧મી ઓક્ટોબર સુધી “મહિલા સશક્તિકરણ અને એકતા” સંદેશના દેશવ્યાપી ફેલાવા સાથે, ૧૫ રાજ્યો અને ૨ કેન્દ્ર શાસિત પ્રદેશોને આવરી લઇ, ગુજરાત રાજ્યના ૧૦ જિલ્લાઓ ખાતે કુલ-૩ ટીમ પૈકી બે ટીમમા કુલ ૨૩૦ થી ૨૫૦ જેટલી મહિલા બાઇકર્સ તથા સહયોગી સ્ટાફ રતનાપુર ખાતેથી નીકળી, દક્ષિણ ગુજરાતના સાપુતારા ખાતેથી ગુજરાતમાં પ્રવેશી, થઇ કિલાદ કેમ્પ સાઇડ થઈ, એકતાનગર જવા માટે રવાના થઇ છે.

IMG 20231025 WA0335ઉલ્લેખનીય છે કે, ભારત દેશના ઉત્તરે શ્રીનગર, પુર્વ દિશામા શિંલોગ અને દક્ષિણે કન્યાકુમારીથી CRPF ની મહિલા બાઇકર્સની ટીમે પોતાની યાત્રા શરૂ કરી છે. જેમાં કન્યાકુમારીથી શરૂ થયેલી યાત્રામાં અંદાજીત ૧૩૦ જેટલી મહિલા બાઇકર્સ સાપુતારામા પધારી હતી. જેઓનુ સાપુતારા સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ હતુ.

આ પ્રંસગે ડેપ્યુટી કમાંન્ડર શ્રી રાજેન્દ્ર પ્રસાદે જણાવ્યુ હતુ કે, ભારત સરકાર દ્વારા દિકરા દિકરીઓમા ભેદભાવ દુર કરવા લોકોજાગૃતિ માટેના અનેક કાર્યક્રમો કરવામા આવે છે. જેના ભાગરૂપે CRPF ની મહિલા બાઇકર્સની ટીમ જે “બેટી પઠાવો-બેટી બચાવો” નો નારો દેશ ભરમા ગુંજતો કર્યો છે.

ગુજરાતમા પધારેલ CRPF ની મહિલા બાઇકર્સની ટીમનું જિલ્લાની બાળકીઓ દ્વારા ફુલ તથા શાલ ઓઠાવીને સ્વાગત કરવામા આવ્યુ હતુ. બાદમા આહવા તાલુકા પ્રમુખ શ્રી સુરેશભાઇ ચૌધરી તેમજ તાલુકા સદસ્ય શ્રી અર્જુનભાઇ ગવળીએ મહિલા બાઇકર્સની ટીમને લિંલી ઝંડી આપી આગળના પ્રવાસ માટે પ્રસ્થાન કરાવ્યું હતું

આ પ્રસંગે CRPF ના કમાંન્ડર શ્રી કે.કે.ચાંદ, ડેપ્યુટી કમાંન્ડર શ્રીમતી સુમો, આસિસ્ટન્ટ કમાંન્ડર શ્રી ગણેશ તેમજ આર્મીના અધિકારીઓ, પ્રાંત અધિકારી શ્રી અમિત પટેલ, સુરતના મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારી શ્રીમતી સ્વેતા દેસાઇ, જિલ્લા રમત ગમત અધિકારી શ્રી અંકુરભાઈ જોષી, ડાંગના ઇન્ચાર્જ જિલ્લા મહિલા અને બાળ વિકાસના અધિકારી શ્રી રોહન પટેલ, દહેજ પ્રતિબંધક અધિકારી શ્રીમતી રાધિકાબેન, ડાંગ જિલ્લા મહિલા અને બાળ વિકાસ કચેરીના કર્મચારીઓ, આંગણવાડીની બહેનો, સાપુતારા આદર્શ નિવાસી શાળા, રૂતુંભરા હાઇસ્કુલ તેમજ એકલ્વય શાળાની વિધ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી.

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews