વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ પ્રાપ્ત વિગતો અનુસાર મહારાષ્ટ્રનાં પીંપળગાવથી ડુંગળીનો જથ્થો ભરી સુરત તરફ જઇ રહેલ આઈસર ટેમ્પો ન.જી.જે.27.એક્ષ.8682 જે સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા ઘાટમાર્ગનાં યુ ટર્ન વળાંકમાં ચાલક દ્વારા અચાનક સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા સંરક્ષણ દિવાલને અથડાઇને માર્ગની સાઈડમાં પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતનાં બનાવમાં આઈસર ટેમ્પો સહીત ડુંગળીનાં જથ્થાને જંગી નુકસાન થયુ હતુ.જ્યારે ચાલક અને ક્લિનરને નજીવી ઈજાઓ પોહચવાની સાથે તેઓનો ચમત્કારિક બચાવ થયેલ હોવાની વિગતો સાંપડેલ છે.તો બીજા બનાવમાં ડાંગ જિલ્લાનાં બિલમાળ ગામથી શામગહાન તરફ જઈ રહેલ અલ્ટો કાર.ન.જી.જે.30.એ.2244 જે ગલકુંડથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં જાખાના ગામ નજીકનાં વળાંકમાં ચાલક દ્વારા કાબુ ગુમાવી દેતા અહી અલ્ટો ગાડી માર્ગનાં સાઈડનાં ખાડામાં ખાબકી પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતનાં બનાવમાં ચાલકને ઈજાઓ પોહચી હતી.જયારે અલ્ટો કારને પણ જંગી નુકસાન થયુ હતુ.
સાપુતારા ઘાટમાર્ગમાં આઈસર ટેમ્પો અને જાખાના ગામ નજીક અલ્ટો કાર પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો….
વાત્સલ્યમ્ સમાચાર