વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં શામગહાન ખાતે આવેલ સીવણ ક્લાસ, બ્યુટી પાર્લર તેમજ કોમ્પ્યુટર ક્લાસની બહેનો – ભાઈઓને તથા ત્યાં આવતા વિદ્યાર્થીઓને 181 અંગે જાગૃત કરવા ના હેતુથી 181 અભયમની ટીમ દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આહવા તાલુકાના શામગહાન ખાતે દિવાળીબેન ટ્રસ્ટ બારડોલી દ્વારા સંચાલિત સીવણ ક્લાસ, બ્યુટી પાર્લર તેમજ કોમ્પ્યુટર ક્લાસની બહેનો – ભાઈઓને તથા ત્યાં આવતા વિદ્યાર્થીઓને 181 વિશે માહિતી આપવામાં આવી હતી.આ ક્લાસ માં આજુ બાજુના કુલ 12 ગામના વિદ્યાર્થીઓ આવે છે.જેથી મહિલાઓ પોતાને અને કોઈ પણ વ્યક્તિને મદદરૂપ બની શકે તે હેતુથી 181 અંગેની માહિતી આપવામાં આવી હતી.ગુજરાત રાજ્યમાં 181 અભયમ મહિલા હેલ્પ લાઇન શરૂ કરીને મહિલા સુરક્ષાની દિશામાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો.જે અંગેની જાણકારી 181 અભયમ ટીમ દ્વારા આપવામાં આવી હતી.આ હેલ્પલાઇનનો હેતુ મહિલાઓની ઘરની બહાર તેમજ ઘરમાં થતી હેરાનગતિ, ઘરેલુ હિંસા, મહિલા પર હુમલો કે હુમલાનો ભય વગેરે માટે રેસ્ક્યુ કરીને સલામત કરવાનો છે. આ બાબતે 181 અભ્યમ ટીમના નેહાબેન મકવાણા અને સંગીતાબેન દ્વારા માહિતી આપવામાં આવી હતી. તેમજ 181 અભયમની મોબાઈલ એપ વિશે પણ જાગૃત કરવામાં આવ્યા હતા..
વાત્સલ્યમ્ સમાચાર