વાત્સલ્યમ્ સમાચાર
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
છેલ્લા ઘણા સમયથી ડાંગ જિલ્લાનાં નડગખાદી ગામ ખાતે દીપડાનો ત્રાસ જોવા મળી રહ્યો છે.તેમજ દિપડાએ એક વ્યક્તિ પર હુમલો કર્યો હતો.જેમાં તે વ્યક્તિનું મોત નિપજ્યુ હતુ.જે બાદ તે દીપડો પાંજરે પુરાયો હતો.પરંતુ દીપડો અવારનવાર ગામમાં જોવા મળતો હતો.જેને લઇને થોડા દિવસ અગાઉ વન વિભાગ દ્વારા પાંજરા ગોઠવવામાં આવ્યા હતા.ત્યારે આજરોજ મળસ્કે એક દીપડી પાંજરે પુરાઇ હતી.જે બાદ વન વિભાગના કર્મચારીઓ દ્વારા દીપડીને પાંજરે પુરી સુરક્ષિત જગ્યાએ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે..