વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ -ડાંગ
રાજ્ય ક્ક્ષાની સ્કુલગેમ ઓફ ફેડરેશનની જુદી જુદી સ્પર્ધાઓ હાલ ચાલી રહી છે. જેમાં ખો ખો સ્પર્ધામાં ડાંગના ભાઇઓ ગોલ્ડ મેડલ અને બહેનો સિલ્વર મેડલ મેળવી ડાંગ જીલ્લાને ગૌરવ અપાવ્યું છે. ડાંગ જીલ્લાની ભાઇઓની પસંદગીની ટીમમાં પ્રાથમિકશાળા બીલીઆંબાના 7 ખેલાડી,સરકારી માધ્યમિકશાળા બીલીઆંબાશાળાના 2 ખેલાડી અને જામનવિહિર પ્રાથમિકશાળાના 3 ખેલાડી પસંદ થયા હતા.
<span;> રાજ્યકક્ષાની આ રમત અરવલ્લી જીલ્લાના મોડાસા ખાતે તારીખ 20-10-2023 થી 24-10-2023 દરમ્યાન યોજવામાં આવી હતી.જેમાં ભાઇઓની ટીમે અનુક્ર્મે પાટણ,સુરત શહેર,મોરાબી,બાનાસકાંઠા અને ફાઇનલ મેચમાં ભરૂચની ટીમને હરાવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. હવે રાષ્ટ્ર્રીય કક્ષાની રમત ઝારખંડ ખાતે રમાનાર છે જેમાં ગુજરાતની ટીમમાં પાર્થ રસીકભાઇ પટેલ,સાગર વસંતભાઇ ડોકિયા,પ્રિન્સ પ્રફુલભાઇ બાગુલ,પિંકેશ મગનભાઇ ઠેંગળ અને રવિ શાંતીલાલ દેવળેની પસંગી થઈ છે. આ ખેલાડીઓ હવે ગુજરાતનું પ્રતિનીધીત્વ કરશે. જ્યારે બહેનોની ટીમે દાહોદ, અરવલ્લી,સાબરકાંઠાને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો જેમાં તાપી જીલ્લાની ટીમ સાથે પરાજય થાતાં સીલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. બહેનોની ગુજરાતની ટીમમાં પ્રિયંકા સુરેશભાઇ ગામીત,રોશની રમેશભાઇ પવાર,અને પુજા બાબુરાવભાઇ ગામીતની પસંદગી થઈ છે. ડાંગ જીલ્લાની બહેનોની પસંદગીની ટીમમાં પ્રાથમિકશાળા બીલીઆંબાના 6 ખેલાડી,સરકારી માધ્યમિકશાળા બીલીઆંબાના 3 ખેલાડી અને જામનવિહિર પ્રાથમિકશાળાના 2 તથા ગોંડલવિહિર પ્રાથમિકશાળાનો 1 ખેલાડી પસંદ થયા હતા.બાળકોની આ સિદ્ધી બદલ તમામ શાળા પરીવાર તરફથી બાળકોને ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા સાથે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી અને તાલુકા પ્રાથમિક શિક્ષકસંઘ સુબીર તરફથી પણ અભિનંદન આપવામાં આવ્યા હતા. જીલ્લા રમતગમતવિકાસધિકારીશ્રી,અંકુરભાઇ જોશી સાહેબ તથા જીલ્લાપ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી, નરેન્દ્રભાઇ ઠાકરે સાહેબે પણ આનંદની લાગણી સાથે બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.
ડાંગ: રાજ્યકક્ષાની અંડર-૧૪ ખો-ખો સ્પર્ધામાં ડાંગના ભાઇઓ ગોલ્ડ મેડલ અને બહેનો સિલ્વર મેડલ
વાત્સલ્યમ્ સમાચાર