ડાંગનાં આહવા ખાતે DRDA માં નોકરી કરતા યુવકની બાઈક ચોરી થતા પોલીસ ફરિયાદ..

0
58
વાત્સલ્યમ્ સમાચાર

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગનાં આહવા ખાતે DRDA માં ફરજ બજાવતો યુવક આહવા ખાતે મોટર સાયકલ મૂકીને અમદાવાદ ખાતે ગયો હતો.ત્યારે યુવકની મોટરસાયકલ ચોરી થઈ ગઈ હતી.ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં નાયબ જીલ્લા પ્રોગામ કો.ઓર્ડિનેટર ની પોસ્ટ ઉપર ફરજ બજાવતા પ્રફુલ કરશન પટેલ એ તા.૦૮/૧૧/૨૦૨૩ ના રોજ તેમની માલીકીની એક્ટીવા 4G મોટર સાયકલ નંબર GJ-30-C-1131  આહવા વેરીયસ કોલોનીમા આવેલ  ઘરના આંગાણામા પાર્ક કરી હતી.અને અમદાવાદ ખાતે રહેતા તેમના પરિવારને મળવા માટે ગયા હતા.જે બાદ તા.૧૬/૧૧/૨૦૨૩ના રોજ યુવક આહવા ખાતે પરત ફર્યો હતો.પરંતુ તેને મોટરસાયકલ મળી આવી નહોતી.જેથી આસપાસ શોધખોળ કરી હતી પરંતુ મોટરસાયકલ મળી આવી નહોતી.ત્યાર બાદ યુવકે આહવા પોલીસ મથકે મોટરસાયકલ(જેની કિંમત રૂપિયા ૬૦ હજાર ) ચોરીની ફરિયાદ નોંધાવી હતી.આહવા પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી,આગળની કાર્યવાહી હાથ ધરી છે…

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews